COVID-19ના રિસ્ક જોતા વિદેશ રાજ્ય મંત્રી વી.મુરલીધરન સેલ્ફ ક્વારંટાઇનમાં છે. તેઓ 14મી માર્ચના રોજ ત્રિવેન્દ્રમ સ્થિત એક મેડિકલ ઇંસ્ટિટ્યૂટમાં મીટિંગ એટેન્ડ કરવાના હતા. અહીં તાજેતરમાં જ આવેલા સ્પેનથી પરત આવેલા એક ડૉકટર પણ હાજર હતા, જેમાં 15મી માર્ચના રોજ COVID-19 હોવાની પુષ્ટિ થઇ. ત્યારબાદ વિદેશ રાજ્ય મંત્રીએ ખુદને અલગ કરવાનો નિર્ણય કર્યો.
પરિવાર અને સ્વાસ્થ્ય કલ્યાણ મંત્રાલયે મંગળવારના રોજ કહ્યું કે ભારતમાં અત્યાર સુધીમાં 126 કંફર્મ કેસ સામે આવ્યા છે. ભારતમાં અત્યાર સુધી સૌથી વધુ કેસ મહારાષ્ટ્રથી છે જ્યાં અત્યાર સુધીમાં 39 કંફર્મ પેશન્ટ મળ્યા છે.
મંગળવારના રોજ ઉત્તર પ્રદેશના નોઇડાથી કંફર્મ કેસ સામે આવ્યા.ગુડગાંવથી એક નવો કેસ સામે આવ્યો છે. દેશના કેટલાંય વિસ્તારોમાં મોલ્સ, દુકાનો, સ્કૂલ, સિનેમા હોલ અને સંસ્થાનો બંધ કરી દેવાયા છે. ગ્લોબલ લેવલ પર
157 દેશોમાં 182731 કેસ સામે આવી ચૂકયા હતા.
ફ્રાન્સે કોરોના વાયરસના લીધે દેશમાં લોકડાઉન કરી દીધું છે.અહીં છેલ્લાં 24 કલાકમાં 1210 નવા કેસ સામે આવ્યા છે. ત્યારબાદ રાષ્ટ્રપતિ ઇમેનુલ મૈક્રોંએ રાષ્ટ્રના નામ સંદેશામાં કહ્યું કે આવતા 15 દિવસ સુધી મુવમેન્ટ રોકી દેવાશે.