By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોનાનો વૈશ્વિક મૃત્યુઆંક ૨૭૩૫૯: ઈટાલી, સ્પેન, ફ્રાન્સમાં મરણાંક ૧૬૦૦૦
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોનાનો વૈશ્વિક મૃત્યુઆંક ૨૭૩૫૯: ઈટાલી, સ્પેન, ફ્રાન્સમાં મરણાંક ૧૬૦૦૦
GeneralInternational

કોરોનાનો વૈશ્વિક મૃત્યુઆંક ૨૭૩૫૯: ઈટાલી, સ્પેન, ફ્રાન્સમાં મરણાંક ૧૬૦૦૦

HM News
Last updated: 28/03/2020 9:02 AM
HM News
5 years ago
Share
SHARE

-અમેરિકા ભારતને આપશે ૨૧ કરોડ
-અમેરિકાએ ૬૪ દેશો માટે ૧૭૪ મીલીયન ડોલર આપવાનું એલાન કર્યુ

વોશિંગ્ટન/રોમ/બીજીંગ, તા. ૨૮ :. વિશ્વભરના ૧૯૫ દેશ કોરોનાના ભરડામાં છે.અત્યાર સુધીમાં ૨૭૩૪૩ લોકોના મોત થયા છે અને ૧,૩૩,૦૫૭ લોકો સ્વસ્થ થયા છે.અમેરિકાએ કોરોનાથી પ્રભાવિત ૬૪ દેશોને મહામારીથી નિપટવા માટે મદદ માટે ૧૭૪ મીલીયન ડોલર આપવાનું એલાન કર્યુ છે જે હેઠળ ભારતને ૨.૯ મીલીયન ડોલર એટલે કે લગભગ ૨૧ કરોડ રૂપિયાની રકમ મળશે.બીજી તરફ ઈટાલી, સ્પેન અને ફ્રાન્સમાં ૧૬૨૬૭ લોકોએ જાન ગુમાવ્યા છે જે વિશ્વભરના મોતના ૬૦ ટકા છે.અમેરિકામાં કોરોનાના ૧ લાખ ૪ હજાર દર્દીઓ છે. આ સંખ્યા ઈટાલી અને ચીનથી પણ વધી ગઈ છે.અહીં ૨૪ કલાકમાં ૪૦૨ લોકોના મોત થયા છે.જ્યારે ૧૮૬૯૧ નવા કેસ બહાર આવ્યા છે.અમેરિકામાં કુલ ૧૫૮૮ લોકોના મોત થયા છે.અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે ૨.૨ ટ્રીલીયન ડોલરના રાહત પેકેજ પર સહી કરી છે. જે અમેરિકી ઈતિહાસનું સૌથી મોટુ પેકેજ છે.જેનો ઉપયોગ અમેરિકી અર્થવ્યવસ્થાને સંભાળવા માટે થશે.અમેરિકામાં હાલ બેકારીની મોટી સમસ્યા છે.૩૩ લાખ લોકો બેકાર થઈ ગયા છે.ઈટાલીમાં ૨૪ કલાકમાં ૯૧૯ લોકોના મોત થયા છે. અત્યાર સુધીમાં ૯૧૩૪ લોકોને કોરોના ભરખી ગયો છે.સ્પેનમાં ૨૪ કલાકમાં ૭૭૩ વ્યકિતના મોત થયા છે.અહીં અત્યાર સુધીમાં ૫૧૩૮ લોકોના મોત થયા છે.ઈટાલી,સ્પેન અને ફ્રાન્સમાં અત્યાર સુધીમાં ૧૬૨૬૭ લોકોના મોત થયા છે.સ્પેનમાં સરકારે મહામારીને નિપટવા સેના તૈનાત કરી છે.હોસ્પીટલોમાં દર્દીઓ સતત વધી રહ્યા છે.ફ્રાન્સમાં એક જ દિવસમાં ૩૦૦ના મોત થયા છે.સરકારે લોકડાઉન ૧૫ દિવસ વધારી દીધેલ છે.હવે ૧૫ એપ્રિલ સુધી લોકડાઉન રહેશે.ફ્રાન્સ યુરોપનો સૌથી વધુ પ્રભાવિત ત્રીજો દેશ છે.અહીં ૩૨૯૬૪ લોકો સંક્રમિત છે અને ૨૦૦૦ લોકોના મોત થયા છે.

ઉકાઈ ડેમ હાઈએલર્ટ પર 343.53 ફૂટે વહી રહ્યો છે, 345ફૂટની ભયજનક સપાટીથી હાથવેંત દુર
દિલ્હીનો ચાર વિકેટથી વિજય : કોલકાતા નાઈટ રાઈડર્સ સતત પાંચમી મેચ હાર્યું
લક્ષ્‍‍મીવિલાસ બેન્કનું સિંગાપોરની બેન્ક સાથે મર્જર,શેરધારકોને ઠેંગો
કટ્ટરતા મુદ્દે PM મોદીનો પ્રહાર, SCO સમિટમાં કહ્યું- અફઘાનિસ્તાન આ પડકારનું ઉદાહરણ
ખંભાતમાં ફાટેલી હિંસાને પગલે આણંદ SP, DYSP ની બદલી, કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે
Share This Article
Facebook Email Print
Previous Article ” અમેરિકન ફર્સ્ટ : ટ્રમ્પએ 2.2 ટ્રિલિયન ડોલરનું રાહત પેકેજ જાહેર કર્યું
Next Article ચાઈનાની ભયાનકતા બહાર લાવનાર અસંખ્ય પત્રકારોને ગાયબ કરી દેવાયા
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up