કોરોનાના કારણે દેશની અર્થવ્યવ્સ્થાને દિવસે-દિવસે ભારે નુકસાન થઈ રહ્યું છે. આ નુકસાનથી બચવા અને કંપનીઓને રાહત આપવા માટે સરકારે જલ્દી મોટા પગલા ભરવાની તૈયારી શરૂ કરી છે. મીડિયા રિપોર્ટ મુજબ બેંકોના કામકાજના સમય(વર્કિંગ અવર્સ)માં જલ્દી ફેરફાર થઈ શકે છે. એવી માહિતી છે કે બેંકોના વાર્કિંગ અવર્સમાં ઘટાડો થઈ શકે છે.
આ સિવાય કોરોનાથી પ્રભાવિત સેક્ટર માટે NPAની શરતોમાં પણ જલ્દી થોડી છૂટ આપવામાં આવી શકે છે. આ અંગે 30થી 60 દિવસ સુધી સમય મર્યાદા વધારી શકે છે સરકાર અને આરબીઆઈ વચ્ચે પ્રસ્તાવ પર ચર્ચા થઈ છે. નાણા મંત્રાયલે બેંકોથી Business continuity plan બનાવવાનું કહ્યું છે. ઉપરાંત, કામકાજ માટે બેંકોની અલગ-અલગ ટીમ બનાવવા પણ કહેવામાં આવ્યું છે. બેંકોના વર્કિંગ અવર્સમાં પણ ઘટાડો થઈ શકે છે. જો કે, કેટલો ઘટાડો થશે અને સમય શું રહેશે તે અંગા હાલ કોઈ સ્પષ્ટ માહિતી નથી.
સૂત્રો મુજબ નાણા મંત્રાલય અને વડાપ્રાધન કાર્યાલય વચ્ચે આ અંગે સંમતિ બની ચૂકી છે. શરૂઆતી પ્રસ્તાવ મુજબ MSME, ઓટો, ટૂર એન્ડ ટ્રાવેલ, હોટલ, એવિએશન સેક્ટરને છૂટ મળી શકે છે. પેમેન્ટમાં વિલંભના ટ્રેન્ડનો જોતા NPA જાહેર કરવાની સમય સીમા પણ વધારવામાં આવી શકે છે.