દેશમાં 25 માર્ચ 2020થી લોકડાઉન છે.ત્યારથી દેશમાં દારૂની દુકાનો બંધ હતી.પરંતુ આ સપ્તાહથી દારૂની દુકાનો ખોલવા સરકાર દ્વારા મંજૂરી આપવામાં આવી છે.જેના કારણે દારૂ વેચાતા રાજ્યોમાં દારૂની ખરીદ કરવા દુકાન સામે મધપૂડાની જેમ લોકોનો જમાવડો જોવા મળ્યો હતો.જેના કેટલાક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા.
લોકોની ભારે ભીડના કારણે સોશિયલ ડિસ્ટન્સિંગના ધજાગરા ઉડ્યા હતા.જેથી સંબંધીત રાજ્યના પોલીસ તંત્રે સખ્ત કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. ઉપરાંત ભીડને નિયંત્રિત કરવા માટે રાજ્ય સરકારોએ દારૂ પર સ્પેશિયલ કોરોના ફીસ લગાવવાની જાહેરાત પણ કરી. દિલ્હી સરકારે તો દારૂ પર 70 ટકા ફી લગાવવાનો નિર્ણય કર્યો.ત્યારે હવે લોકડાઉન વચ્ચે દેશમાં દારૂની વધતી માંગને જોતા ફૂડ ડિલિવરી એપ ઝોમેટો ભારતમાં દારૂની હોમ ડિલિવરી કરવાની તૈયારી કરી છે.
ઉલ્લેખનીય છે કે હાલ દારૂની હોમ ડિલિવરી માટે કોઈ કાયદાકીય જોગવાઈ નથી.પરંતુ મીડિયા રિપોર્ટ મુજબ દારૂ ઇન્ડસ્ટ્રી બોડી ઇન્ટરનેશનલ સ્પિરિટ્સ એન્ડ વાઇન્સ એસોસિએશન ઓફ ઈન્ડિયા(ISWAI ) એ માંગ કરી છે કે સરકાર દારૂની હોમ ડિલિવરીને મંજૂરી આપે.જો સરકાર આ મંજૂરી આપે તો ઝોમેટો દારૂની હોમ ડિલિવરી કરી શકશે.રિપોર્ટ પ્રમાણે ઝોમેટો કહ્યું કે જો આવું થાય તો કંપની એવી જ જગ્યાએ દારૂની ડિલિવરી કરશે જ્યાં કોરોના વાયરસનું સંક્રમણ ઓછું હશે.

