નવી દિલ્હી, તા.૩: કોરોના સારવાર સાથે જરૂરી વસ્તુઓ તથા દવાઓની સંગ્રહખોરી,નફાખોરી અને કાળાબજાર હવે ધન શોધન નિવારક અધિનિયમ હેઠળ ગંભીર ગુનો ગણાશે અને આવુ કરનારને કડક સજા થઇ શકે છે.ઇડીએ પોતાના અધિકારીઓને સૂચના આપી છે કે આ પ્રકારના કોરોના સંબંધી ગુનાને ગંભીર માનવામાં આવે અને આવી ગતિવીધીઓ સાથે જોડાયેલાએ વિરૂધ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે.તેમાં હોસ્પિટલોના બેડ/આઇસીયુ/વેન્ટીલેટર માટે વધારે કીમત વસુલવી,રેમડેસીવીર સહિતની જરૂરી જીવન રક્ષક દવાઓની સંગ્રહખોરી અને વધારે કિંમત વસૂલવી,બોગસ આરટીપીસીઆર સર્ટીફીકેટ આપવા વગેરે સામેલ છે.
ઇડીએ પોતાના અધિકારીઓએ કહયુ છે કે કોરોના સારવાર ઉપલબ્ધ હોવાનો પ્રચાર,ઓકસીજન સીલીંડર ઉપલબ્ધ કરાવવાના નામે લોકો સાથે છેતરપીંડી કરવી,એમ્બ્યુલન્સ સેવા માટે વધારે કિંમત લેવી વગેરેના કેસોમાં ધન શોધન નિવારક કાયદાની જોગવાઇઓ હેઠળ કાર્યવાહી કરવામાં આવે.ઇડીએ કહયું કે કોરોનાની બીજી લહેર દરમ્યાન ઘરેલુ અને આંતરરાષ્ટ્રીય સ્તરે કોરોના સંબંધી ગુનામાં ઘનશોધનની ગતિવિધીઓ સાથે આવી છે.આ સંદર્ભમાં ઇડીના અધિકારી પોલિસમાં નોંધાયેલી એફઆઇઆરનું મૂલ્યાંકન કરીને ઉપરોકત કાયદા હેઠળ કાર્યવાહી કરશે.
ઇડીની આંતરિ નોટમાં કહેવાયુ છે કે જોવા મળ્યું છે કે કોરોના સંબંધી ગુનાઓ અનૈતિક તત્વો દ્વારા આચરવામાં આવ્યા છે અને તેમણે લોકોની આપતીને અવસર બનાવી , જેણે લોકોને દયનીય હાલતમાં મૂકી દીધા.જે લોકોને મેડીકલ સહાયની જરૂર હતી તેમનું વિવિધ પ્રકારે શોષણ કરવામાં આવ્યું અને તેમની સાથે છેતરપીંડી કરવામાં આવી. ઇડીએ બધા ઝોનના અધિકારીઓને ૩૦ જૂન સુધીમાં કાર્યવાહી કરીને રીપોર્ટ જમા કરાવવા કહયું છે.

