દુનિયામાં ચીનથી શરૂ થયેલા કોરોના વાયરસ સમગ્ર વિશ્વમા હાહાકાર મચાવી દીધો છે. જેમાં જોન્સ હોપકિન્સ યુનિવર્સીટીના જણાવ્યા અનુસાર કોરોના સંક્રમણના આંકડો ૧૦ લાખને પાર પહોંચી ગયો છે. સમાચાર એજન્સી સિન્હુઆમા યુનિવર્સીટીના સેન્ટર ફોર સીસ્ટમ સાઈન્સ એન્ડ એન્જીયરીંગે જાહેર કરેલા આંકડા મુજબ દુનિયાભરમા અત્યાર સુધી કુલ ૧૦, ૧૫, ૪૦૩ લોકો કોરોનાથી સંક્રમિત છે. જેના પ૩,૦૩૦ લોકોના મોત થયા છે. જેમા વિશ્વમા કોવિડ-૧૯ના ચેપ લાગેલા ૨,૧૦,૫૭૯ લોકો સાજા થયા છે.
આ લીસ્ટમા અમેરિકા કોરોના દર્દીઓમા પ્રથમ નંબરે છે. અમેરિકામા કોરોના ૨,૪૫,૨૧૩ દર્દીઓ છે. જયારે અત્યાર સુધી ૫૯૮૩ લોકોના મોત થયા છે. જ્યારે બીજા સ્થાને ઇટલી છે જેમાં ૧,૧૫,૨૪૨ લોકો કોરોના સંક્રમિત છે. જેમાં ૧૩,૯૧૫ લોકોના મોત થયા છે. કોરોના વાયરસથી પ્રભાવિત દેશોની આ યાદીમા ૧,૧૨,૦૬૫ લોકો સંક્રમિત છે. જેમાં ઇટલી બાદ અહિયાં સૌથી વધારે ૧૦,૩૪૮ લોકોના મૃત્યુ થયા છે.
જયારે બ્રાઝીલમા કોરોના વાયરસને પગલે ૨૯૯ લોકોના મોત થયા છે. જેમાં દેશમા કોરોના સંક્રમિત કુલ ૬૮૩૬ થી વધીને ૭૯૧૦ થઈ છે.
આ ઉપરાંત ભારતમા પણ કોરોના કેસના વધારો થઈ રહ્યો છે, જેમાં ભારતમા અત્યારે કોરોના ૨૦૭૯ જેટલા દર્દીઓ છે. તેમજ ૫૬ લોકોમાં મોત થયા છે. જેમાં મહારાષ્ટ્રમા ૪૦૦ થી વધારે કેસો છે. જયારે દિલ્હીમા પણ નિઝામુદ્દીન મરકજમા એકત્ર થયેલા ૪૦૦૦ લોકોના પગલે ૨૦૦ થી વધારે કેસ સામે આવી રહ્યા છે. તેમજ આ ઉપરાંત દેશના ૧૯ રાજયમા પણ આ લોકો પહોંચ્યા છે. જેના લીધે ભારતમા કોરોના સંક્રમણ કેસમા અચાનક વધારો જોવા મળશે.