દુનિયાનાં મોટાભાગનાં વૈજ્ઞાનિકોનાં જણાવ્યા પ્રમાણે નોવલ કોરોના વાયરસ કોવિડ-19 ચામાચિડીયા અને પેંગોલિન દ્વારા મનુષ્યોમાં ફેલાયો છે. જો કે અમેરિકી ખુફિયા એજન્સીઓને આ વાત પર શંકા છે અને તેમણે આ વાતની તપાસ શરુ કરી દીધી છે કે હકીકતમાં આ વાયરસની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે. CIA અને અન્ય અમેરિકી ખુફિયા એજન્સીઓને એવા અનેક પુરાવા મળ્યા છે કે જે કોરોના વાયરસને વુહાનની લેબમાં બનાવવામાં આવ્યો હોવા તરફ ઇશારો કરે છે.
કોઈપણ થિયરી પર ભરોસો કરવાની જગ્યાએ સત્ય બહાર લાવવામાં લાગ્યું અમેરિકા
એક રિપોર્ટ પ્રમાણે કોરોના વાયરસની ઉત્પત્તિને લઇને અનેક પ્રકારની થિયરી સામે આવી છે,પરંતુ આમાંથી સાચી કઈ છે તેના પર અત્યારે કહેવું ઉતાવળ હશે. અમેરિકી ખુફિયા એજન્સીઓએ નક્કી કર્યું છે કે કોઈપણ થિયરી પર ભરોસો કરવાની જગ્યાએ તપાસ કરીને સત્યને બહાર લાવવું જરૂરી છે.યૂએસ ઇન્ટેલિજન્સ સૂત્રો પ્રમાણે ટ્રમ્પનાં સમર્થકોએ ચીનને દોષી ઠેરવવા માટે એક ખોટી વાત સોશિયલ મીડિયા પર ફેલાવી છે. જો કે તેમાંથી એક થિયરી એવી પણ છે જેની તપાસ ખુફિયા એજન્સીઓ પણ કરી રહી છે.
ચીનનાં વુહાન માર્કેટથી નથી ફેલાયો કોરોના?
સૂત્રોનાં જણાવ્યા અનુસાર અમેરિકી ખુફિયા એજન્સીઓને આવી એક થિયરી સાથે જોડાયેલા કેટલાક પુરાવા હાથ લાગ્યા છે,એ પ્રમાણે કોરોના ચીનનાં કોઈ માર્કેટથી નથી ફેલાયો પરંતુ વુહાન શહેરની એક લેબમાં બનાવવામાં આવ્યો છે.આ થિયરી પ્રમાણે કોરોનાને એક બાયોવેપનની માફક ડેવલપ કરવામાં આવી રહ્યો હતો,પરંતુ એક નાનકડી ભૂલનાં કારણે તે લોકોનાં સંપર્કમાં આવી ગયો. લેબમાં જ કામ કરનારા એક વ્યક્તિથી ભૂલ થઈ ગઈ અને તે ખુદ ઇન્ફેક્ટેડ થઈ ગયો. ત્યારબાદ તેણે અજાણતા લેબનાં બીજા લોકો અને વુહાનનાં માર્કેટ સુધી કોરોના પહોંચાડ્યો.જો કે આખી દુનિયામાં કોરોના ફેલાયાનાં કારણે કોરોના કઇ રીતે ફેલાયો તે જાણી શકવું મુશ્કેલ છ.
શું કોરોના વાયરસ નેચરલ છે?
જૉઇન્ટ ચીફ ઑફ સ્ટાફ ચેરમેન માર્ક મિલીએ પણ આ વાતની પુષ્ટિ કરી છે કે અમેરિકી એજન્સીઓ એ વાતની પુષ્ટિ કરે છે કે,ક્યાંક કોરોનાને કોઈ બીજી લેબમાં તો તૈયાર કરવામાં નથી આવ્યો? માર્કે કહ્યું કે,અત્યારે લાગી રહ્યું છે કે આ વાયરસ નેચરલ છે,પરંતુ તેમ છતા પણ અમે તપાસ કરને તમામ વાતોની પુષ્ટિ કરી લેવા ઇચ્છીએ છે.ઉલ્લેખનીય છે કે ચીને કોરોના વયારસ ફેલાવ્યો હોવાની વાતનું સમર્થન ડોનાલ્ડ ટ્રમ્પે પણ કર્યું હતુ.