– પાકિસ્તાની સેનામાંથી નિવૃત્ત થયેલા 4 લાખ સૈનિક માત્ર કાગળ પર જીવિત છે અને પેન્શન લઈ રહ્યા છે
ઈસ્લામાબાદ,
કોરોના વાયરસનો સામનો કરી રહેલા પાકિસ્તાનમાં સેનાને લઈને એક ચોંકવાનારો ખુલાસો થયો છે. પાકિસ્તાનના પોસ્ટ વિભાગને ઘરે-ઘરે જઈને પેન્શન આપવા દરમિયાન જાણ થઈ છે કે, લગભગ 4 લાખ ભૂતપૂર્વ સૈનિક કાગળમાં તો જીવિત છે અને વર્ષોથી પેન્શન લઈ રહ્યા છે પરંતુ તેઓ હાજર નથી. આ ભૂતપૂર્વ સૈનિકોને હવે પાકિસ્તાન પોસ્ટે ‘ભૂત’ પેન્શનરનો દરજ્જો આપ્યો છે. આ સાથે જ તેમની તપાસ શરૂ કરી છે.
મીડિયા રિપોર્ટ મુજબ, પાકિસ્તાનમાં ભૂતપૂર્વ સૈનિકોને ઘરે-ઘરે જઈને પેન્શન આપવાની શરૂઆત આ વર્ષ માર્ચમાં કરવામાં આવી હતી. ડાક વિભાગે જણાવ્યું છે કે, તેઓ લાખો પૂર્વ સૈનિકોની પુષ્ટિ કરી શકયા નથી. કોરોના વાયરસન મહામારીને ધ્યાનમાં રાખીને પાકિસ્તાને ભૂતપૂર્વ સૈનિકોને ઘરે-ઘરે જઈને પેન્શન આપવાની વિશેષ સુવિધા શરૂ કરવામાં આવી હતી.
પાકિસ્તાને હવે પૂર્વ સૈનિકોનના દસ્તાવેજ ચેક કરવા માટે એક ત્રણ સભ્યની કમિટી બનાવી છે. પાકિસ્તાન પોસ્ટ પેન્શન 1993થી જ પાકિસ્તાની સેના તરફથી સેવાનિવૃત્તિ સૈનિકોના ખાતામાં નાંખી રહ્યું છે. હવે આ ખુલાસો બાદ પાકિસ્તાની પોસ્ટના ડિરેક્ટરે ઘરે-ઘરે જઈને પેન્શન આપવાની પ્રક્રિયા પર રોક લગાવી દીધી છે. હવે 4 લાખ પૂર્વ સૈનિકોને હવે દસ્તાવેજોની પુષ્ટિ બાદ જ પેન્શન આપવામાં આવશે.
પોસ્ટ વિભાગે ત્રણ સભ્યની કમિટીએ 25 મે સુધી તમામ દસ્તાવેજ ચેક કરીને પોતાની રિપોર્ટ તૈયાર કરવા જણાવ્યું છે. પાકિસ્તાનમાં કુલ 9.41 લાખ પેન્શનર છે. જેમાં પાકિસ્તાની સેનાના 9 લાખ 40 હજાર પેન્શનર, એરફોર્સના 93 હજાર, પાકિસ્તાની નેવીના 32 હજાર અને ફ્રન્ટિઅર કાંસ્ટેબુલરીના 61,722 પૂર્વ સૈનિક છે. પોસ્ટ વિભાગના અધિકારીઓએ જણાવ્યું છે કે, રેકોર્ડમાં અનેક ભૂલો છે. તેમાં અનેક બોગસ નામ સામેલ છે.


