દિલ્હી : દેશના ઘણા રાજ્યોમાં કોરોના મહામારીને કારણે લાંબા સમયથી બંધ સ્કૂલો આજથી ખુલી છે. લગભગ દોઢ વર્ષ બાદ આજે પહેલી વાર દિલ્હીના બાળકો પણ સ્કૂલે ગયા છે.રાજસ્થાન,હરિયાણા અને તમિલનાડુમાં પણ આજેથી મોટા બાળકો માટે સ્કૂલમાં અભ્યાસ શરૂ થયો છે.જ્યારે યુપી અને મધ્યપ્રદેશમાં નાના બાળકોએ પણ આજથી સ્કૂલ જવાનું શરૂ કરી દીધું છે.સરકારે સ્કૂલો ખોલવાની મંજૂરી આપી છે, પરંતુ સાથે જ સ્કૂલો માટે ગાઇડલાઇન્સ બનાવી છે.જેનું ચૂસ્તપણે પાલન કરવાનું છે. સોશિયલ ડિસ્ટન્સિંગ અને માસ્કની સાથે સ્કૂલમાં સેનિટાઇઝેશનની પણ વ્યવસ્થા કરવી પડશે.
દિલ્હીમાં ૯થી ૧૨માં ધોરણ સુધીની સ્કૂલો આજથી ખુલી છે, ત્યો શહેરમાં ભારે વરસાદ વચ્ચે હાથમાં છત્રી અને મોંઢા પર માસ્ક સાથે બાળકો સ્કૂલો જતાં જોવા મળ્યા હતા.દિલ્હીમાં કેટલીક સંસ્થાઓએ અત્યારે પણ થોડા સમય સુધી વિદ્યાર્થીઓને પરિસરમાં નહીં બોલાવવાનો નિર્ણય કર્યો છે.સ્થિતિનું અવલોકન કર્યા બાદ આગામી સમયમાં તે ખુલી શકે છે.
કોરોના વાયરસના કેસો ઘટડતાં ગત શુક્રવારે દિલ્હી સરકારે જાહેરાત કરી હતી કે, પહેલી સપ્ટેમ્બરથી ૯થી ૧૨ ધોરણ સુધીની સ્કૂલો,કોલેજ,કોચિંગ સંસ્થાઓ ખુલશે.સાથે જ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે, વિદ્યાર્થીઓને સ્કૂલ આવવા માટે દબાણ કરાશે નહીં.જ્યારે સ્કૂલ આવનારા વિદ્યાર્થીઓના પેરેન્ટ્સની મંજૂરી જરૂરી છે.
ગુજરાતમાં પણ છેલ્લા દોઢ વર્ષથી વધુ સમયથી બંધ ધોરણ ૬થી ૮ની શાળાઓ હવે ૨ સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. ૨૨ માર્ચ ૨૦૨૦થી પ્રાથમિક શાળાઓ બંધ કરી દેવામાં આવી હતી.બાળકોએ ઓનલાઇન શિક્ષણ લેવાની ફરજ પડી હતી.

