રાષ્ટ્રના સંબોધનમાં વડાપ્રધાન કોરોના વાયરસ પર વાત કરશે
એજન્સી, નવી દિલ્હી
દેશમાં સતત વધી રહેલા કોરોના વાયરસના પોઝિટિવ કેસને લઈને વડાપ્રધાન નરેન્દ્ર મોદી મંગળવારે રાત્રે આઠ વાગ્યે ફરીથી દેશનું સંબોધન કરશે. આ અગાઉ 19 માર્ચના રોજ પણ વડાપ્રધાને દેશને સંબોધન કર્યું હતું અને 22મી માર્ચના રવિવારે જનતા કરફ્યૂ માટે લોકોને અપીલ કરી હતી. વડાપ્રધાને આ અંગે ટ્વીટ કરીને જાણકારી આપી છે.
વડાપ્રધાને ટ્વીટ પર કહ્યું કે, વૈશ્વિક મહામારી કોરોના વાયરસના સતત વધતા જતા પ્રકોપના કારણે કેટલીક મહત્વૂપૂર્ણ વાત દેશવાસીઓ સાથે કરીશ. આજે, 24 માર્ચે રાત્રે આઠ વાગ્ચે દેશને સંબોધન કરીશ.દેશમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસની સંખ્યાએ વધીને 500નો આંકડો પણ વટાવી દીધો છે. જ્યારે દેશમાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે નવ લોકોના મોત નિપજ્યા છે. એવામાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ લોકડાઉનનો આદેશ આપી દીધો છે અને કેટલાક રાજ્યોમાં તો કરફ્યૂ પણ લગાવી દેવામાં આવ્યો છે.