-કંપનીએ 180 સર્વિસ સેન્ટર પણ બંધ કરવાનો નિર્ણય લીધો
નવી દિલ્હી,
કોરોના સંકટની વચ્ચે દુનિયાની દિગ્ગજ કેબ એગ્રિગેટર કંપની ઉબેરની સ્થિતિ સતત ખરાબ થઈ રહી છે.કંપનીએ હવે 3,700 કર્મચારીઓની છટણીનો નિર્ણય લીધો છે.આ સાથે જ બે સપ્તાહમાં 180 ડ્રાઈવર સર્વિસ સેન્ટર બંધ કરવાની પણ જાહેરાત કરવામાં આવી છે.કંપનીએ જણાવ્યું છે કે, કોરોના સંકટની અસર આવક પર પડી છે.આવામાં ખર્ચમાં ધટાડો કરવાના ઉદ્દેશથી આ નિર્ણય લેવામાં આવ્યો છે.ઉબેરના સીઈઓએ કર્મચારીઓને પત્ર લખીને જણાવ્યું છે કે, કંપનીની હાયરિંગ પર પણ રોક લગાવવામાં આવી રહી છે.
કેબ એગ્રિગેટર કંપનીએ જણાવ્યું છે કે,તે દુનિયાભરમાં 40 ટકા સર્વિસ સેન્ટર બંધ કરશે.અગાઉ માર્ચ મહિનામાં કંપનીએ અમેરિકા અને કેનાડામાં પોતાના તમામ હબ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.કંપનીના સીઈઓએ લખ્યું છે કે, હાલ ખરાબ દિવસો ચાલી રહ્યા છે.આપણે વધારે મુશ્કેલીભર્યા સમય માટે તૈયાર રહેવું પડશે.
કંપનીએ ગયા વર્ષે જૂલાઈથી ઓક્ટોબર દરમિયાન 1000 કર્મચારીઓની છટણી કરી હતી. કંપનીના આઈપીઓ નિષ્ફળ ગયા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. ત્યારે કંપનીએ ખોટની વાત કરી હતી. ઉબેરે વિશ્વના સાત દેશોમાં ફૂડ ડિલિવરી એપ ઉબેરઈટ્સને પણ બંધ કરવાનો નિર્ણય લીધો છે


