કોરોના મહામારી સામે લડવા કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ રૂ.1 કરોડની ગ્રાન્ટ ફાળવી

HM News
1 Min Read

– અમરેલી સિવિલ હોસ્પીટલ અને રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા 62 લાખ જયારે 5 અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ.37.50 લાખ ફાળવ્યા

કોરોનાના સંક્રમણને અટકાવવા અમરેલી જિલ્લામાં વિવિધ સંસાધનો વિકસાવવાની જ્યારે તાતી જરૂર છે એવીઆ પરિસ્થિતિમાં કેન્દ્રીય મંત્રી પુરૂષોતમ રૂપાલાએ તેમની ગ્રાંટમાંથી રૂ. 1 કરોડ ફાળવ્યા છે. =અમરેલી જિલ્લાના અમરેલી સિવિલ હોસ્પીટલ ખાતે તેમજ રાજુલા સબ ડીવીઝનલ હોસ્પીટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા રૂ.62 લાખ ઉપરાંત, =હોસ્પીટલમાં દાખલ દર્દીઓની સુવિધા માટે રૂ. 7.50 લાખની કિંમતના 5 અધ્યતન વેન્ટીલેટર ખરીદવા માટે રૂ. 37.50 લાખની ગ્રાંટ ફાળવણી કરવામાં આવી છે.

નોંધનીય છે કે, આગામી માત્ર 15 દિવસમાં પાંચ વેન્ટિલર હોસ્પિટલ તથા સિવિલ હોસ્પિટલને મળી જશે.આ ઉપરાંત ઓક્સિજન પ્લાન સ્થાપવામાં અંદાજે 6 અઠવાડિયા જેટલો સમય લાગી શકે છે.પ્લાન્ટ તૈયાર થતા રોજના 50 થી 60 જેટલા જમ્બો સિલિન્ડર ભરી શકાશે.આમ મંત્રીની ગ્રાન્ટમાંથી અમરેલી જિલ્લાના નાગરિકોને શ્રેષ્ઠ આરોગ્યલક્ષી સુવિધાઓ મળશે.

Share This Article
Leave a Comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *