નવી દિલ્હી, તા. 24 માર્ચ 2020, મંગળવાર
ચીનના વુહાન શહેરમાંથી નીકળીને સમગ્ર દુનિયાને પોતાના સકંજામાં લેનાર કોરોના વાઇરસને નિયંત્રણમાં લઇ લેવામાં આવ્યો છે તેવું ચીની સરકાર અને સ્થાનિક મીડિયા રિપોર્ટમાં કહેવામાં આવી રહ્યું છે. આ વાઇરસને કારણે ઘણાં દેશોમાં યુદ્ધ જેવી સ્થિતિ છે.
ઇટાલીમાં કોરોના વાઇરસને કારણે 5477 લોકોના મોત થઇ ચૂક્યા છે. જ્યારે ભારતમાં 500 જેટલા કોરોના વાઇરસના પોઝિટિવ કેસ નોંધાયા છે અને 10 લોકોના આ વાઇરસથી મોત થયા છે. આ કહેર વચ્ચે જાપાન જેવો દેશ પોતાના ઉમદા પ્રયાસોને લઇને ચર્ચામાં છે. આવામાં સવાલ એ છે કે જાપાને એવું તો શું કર્યું કે કોરોના વાઇરસની સ્પીડ પર બ્રેક લગાવી દીધી?
હેરાની એ વાતની છે કે જાપાને ના કોઇને કોરોન્ટાઇનમાં રાખ્યા કે ન કોઇને આઇસોલેશનમાં મોકલ્યા. આ સિવાય જાપાને લોક ડાઉન પણ નથી કર્યું છતાં ત્યાં લોકો સામાન્ય જીવન જીવી રહ્યા છે. જાપાને દુનિયાથી વિરુદ્ધ પોતાના એવા ક્ષેત્રોની તપાસ કરી જ્યાં કોરોના પીડિત વ્યક્તિઓ છે. જાપાને આવા દર્દીઓનો સંપર્ક કર્યો અને વિદેશથી આવનાર લોકોને તુરંત ઓળખ કરી અને એવા જ લોકોની તપાસ કરી જેમનામાં આ વાઇરસના લક્ષણો હોય.
22 માર્ચ સુધી જાપાનમાં કોરોના વાઇરસથી પીડિત 1000 લોકો હતા, જેમાં 50ના મૃત્યુ થઇ ચૂક્યા છે. છતાંય જાપાને ઘણે અંશે આ રોગ પર કાબૂ મેળવી લીધો છે. ચીન બાદ કોરોના જાપાન પહોંચ્યો હતો પરંતુ વિશ્વના અન્ય દેશોની સરખામણીએ ચીને ખૂબ કાબૂ મેળવ્યો છે.
જાપાને જાન્યુઆરીના બીજા વીકમાં જ ઓફિસોમાં સેનેટાઇઝર ફરજિયાત બનાવી દીધું હતું. લોકોએ પણ તરત જ માસ્ક પહેરવાનું શરુ કરી દીધું હતું. જાનતાએ પણ સરકારી ગાઇડલાઇનને તરત ફોલો કરવાની શરુ કરી દીધી. જેનો પ્રભાવ એ પડ્યો કે કોરોના ત્યાં રોકાઇ ગયો અને વધુ લોકો તેનો શિકાર ન બન્યા. જાપાન સરકારે પણ સંક્રમણની ચેઇન બનવા ન દીધી.
સંક્રમણ ઓછું ફેલાવાનું કારણ એ પણ છે કે જાપાનમાં હાથ મિલાવવાનું અને ગળે મળવાનું કલ્ચર ઓછું છે. અહીંયા દૂરથી જ શુભેચ્છા અપાય છે. આ સિવાય સાફ સફાઇના મામલામાં જાપાને પહેલાંથી જ દુનિયાનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું છે.