નવી દિલ્લીઃ કોરોના વાયરસના સંક્રમણને ફેલાતો રોકવા અને તપાસમાં સહયોગ ન કરવાવાળા લોકો માટે દારૂલ ઉલૂમએ ફતવો જારી કર્યો છે.મુસ્લીમ ધર્મગુરૂએ કહ્યું કે કોરોનાનો ટેસ્ટ અને ઇલાજ કરાવવો જરૂરી અને આ બિમારીને છુપાવવી અપરાધ બતાવ્યો છે.પોતાના જીવ અથવા બીજાના જીવને ખતરામાં નાખવો ઇસ્લામમાં હરામ બતાવવામાં આવેલ છે.કોરોનાની ઝપટમાં આવેલાએ ટેસ્ટ કરાવવો જરૂરી છે,ઇસ્લામમાં એક માણસનો જીવ બચાવવો ઘણા માણસોના જીવ બચાવવા બરાબર છે.પૂરી દુનિયા આ સમયે કોરોના વાયરસ (કોવિડ-૧૯)થી જજૂમી રહી છે.