– પાકિસ્તાનમાં મંગળવારે લોકડાઉન સમાપ્ત થઈ જશે
ઈસ્લામાબાદ,
પાકિસ્તાનમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યા છે. પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં એક દિવસમાં ટેસ્ટ કરવામાં આવેલા કેસમાં 20 ટકા પોઝિટિવ આવ્યા છે. ટેસ્ટના પરિણામે વડાપ્રધાન ઈમરાન ખાન અને સિંધના મુખ્યમંત્રી સૈયદ મુરાદ અલી શાહની ચિંતા વધારી દીધી છે. પાકિસ્તાનમાં વીતેલા 24 કલાકમાં 254 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે. અને મૃત્યુંઆક 86 પર પહોંચી ગયો છે. ત્યાં લોકડાઉન બાદ પણ કેસોની સંખ્યા સતત વધી રહી છે.
પાકિસ્તાનમાં અત્યાર સુધી 5,038 લોકોમાં કોરોના વાયરસની પુષ્ટિ થઈ છે અને 86 લોકોના મોત થયા છે. 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 254 કેસ સામે આવ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે જણાવ્યું કે, અત્યાર સુધી સિંધમાં 1318, ખૈબર પખ્તૂનખ્વામાં 697, બ્લૂતચિસ્તાનમાં 228, ગિલગિટ-બાલ્ટીસ્તાનમાં 216, ઈસ્લામાબાદમાં 119 અને પીઓકેમાં 35 કેસની પુષ્ટિ થઈ છે.
અધિકારીઓએ જણાવ્યું છે કે, દેશમાં લોકાડઉન મંગળવારે સમાપ્ત થઈ જશે અને તેની મર્યાદા વધારવા મામલે સોમવારે નિર્ણય લેવામાં આવશે. સ્વાસ્થ્ય મામલાના સલાહકાર જફર મિર્ઝાએ જણાવ્યું કે, જો લોકડાઉન હટાવવામાં આવશે તો દેશમાં પોઝિટિવ કેસની સંખ્યામાં વધારો થઈ શકે છે. ઈમરાન ખાને સોશિયલ ડિસ્ટન્સિંગ ફોલો કરવા માટે સેના પણ તેહનાત કરી દીધી છે. પરંતુ લોકો જુમ્માની નમાઝ પઢવા માટે લોકો રોડ પર ભેગા થઈ રહ્યા છે જેને કારણે સરકારની ચિંતા વધી રહી છે.