ન્યુયોર્કના ગવર્નરે અન્ય રાજ્યોના ગવર્નરોને પણ કોરોના સામે તૈયાર રહેવા અપીલ
ન્યુયોર્ક, તા. ૩ :. ન્યુયોર્કના ગવર્નરે અમેરિકાના અન્ય ગવર્નરોને અપીલ કરી છે કે તેઓ કોરોનાને નિપટવા માટે તૂર્ત કાર્યવાહી શરૂ કરે.સાથોસાથ તેમણે કહ્યુ છે કે જો આવુ નહિ કરો તો તમારા શહેરોની હાલત પણ ન્યુયોર્ક જેવી થશે.તેમણે કહ્યુ છે કે આ મહામારીથી ન્યુયોર્કમાં ૧૬૦૦૦ લોકોના મોતની આશંકા છે. તેમણે પોતાની દૈનિક પ્રેસ વાર્તામાં મોતના અનુમાનોના આંકડા આપ્યા હતા.આ અનુમાનો અનુસાર મહામારી સમાપ્ત સુધીમાં ૯૩૦૦૦ અમેરિકીઓ અને ૧૬૦૦૦ ન્યુયોર્ક વાસીઓના મોત થશે.ગવર્નર એન્ડ્રુ કુઓમોએ કહ્યુ હતુ કે ન્યુયોર્કમાં અકીલા જ ૧૬૦૦૦ જેટલા મોત થવાની આશંકા છે. આનો અર્થ એ છે કે ન્યુયોર્કની બહાર પણ હજારો લોકોનો મોત થઈ શકે છે.તેમણે અન્ય રાજ્યોના ગવર્નરોને ચેતવ્યા હતા કે આજે ન્યુયોર્કમાં સમસ્યા છે જે આવતીકાલે કન્સાસ,ટેકસાસ અને ન્યુ મેકસીકોની સમસ્યા પણ થઈ શકે છે.ન્યુયોર્કથી બોધપાઠ લેવાની જરૂર છે.બીજી તરફ રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યુ છે કે દેશમા અનેક ઘરેલુ ફલાઈટો અને ટ્રેનો રદ્દ થઈ શકે છે.અમેરિકાનું સૌથી વધુ પ્રભાવિત શહેર ન્યુયોર્ક છે,ત્યાંથી ખતરનાક વાયરસ ફેલાયો છે.