કોરોના વાયરસની સામે રશિયાએ રસી બનાવવાનું એલાન કર્યું અને કહ્યું કે,આ વેક્સિન અસરકારક છે અને જાન્યુઆરીમાં બજારમાં ઉપલબ્ધ થઈ જશે.ચીન,બ્રિટેન અને અમેરિકાની કંપનીઓ પમ કોરોના વાયરસની વેક્સિનના ત્રીજા અને અંતિમ ચરળની ટ્રાયલ કરી રહ્યા છે.આ વચ્ચે સમગ્ર દુનિયામાં વેક્સિનના બજાર પર કબ્જો જમાવાવની રેસ શરૂ થઈ ગઈ છે.અત્યાર સુધી 5.7 અરબ કોરોના વેક્સિનનો ઓર્ડર આપી દેવામાં આવ્યો છે.રશિયાને કોરોના વાયરસ વેક્સિન માટે 20 દેશોએ એક અરબ ડોઝનો ઓર્ડર આપ્યો છે.
પશ્ચિમી દેશોની લેબોરેટરીમાં બની રહેલી વેક્સિનની પહેલી ખેપ પર મોટા ભાગે અમેરિકા કબ્જો જમાવી ચૂક્યું છે.આ સમયે દુનિયાભરમાં 6 કોરોના વાયરસની વેક્સિન અંતિમ તબક્કામાં છે.તેવામાં જ સૌથી પહેલાં ધડાકો કરતાં રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને દાવો કર્યો કે,સ્પૂતનિક વીની વેક્સિન કોરોના સામે ઈમ્યુનિટી વિકસિત કરે છે.
કોરોના વેક્સિન બનાવવા માટે કંપનીઓને ચારે તરફથી નાણાકીય મદદ મળી રહી છે.જેથી આ વર્ષના અંતમાં કે આગામી વર્ષની શરૂઆત સુધી રસીનું ઉત્પાદન શરૂ થઈ જશે.કોરોના વેક્સિન બનાવી રહેલી ઓક્સફોર્ડ યુનિવર્સિટીએ અસ્ત્રાજેનેકાની સાથે કરાર કરી લીધો છે. આશા કરવામાં આવી રહી છે કે,ઓક્સફોર્ડની વેક્સિન ત્રીજા તબક્કાનું ટ્રાયલ સપ્ટેમ્બર સુધી આવી જશે.
કોરોના વાયરસ વેક્સિનના સૌથી મોટા ખરીદદારોમાં અમેરિકા,બ્રિટેન,યુરોપીય યુનિયન અને જાપાન સામેલ છે.યુરોપીય યુનિયન 70 કરોડ, બ્રિટેન 25 કરોડ, જાપાન 49 કરોડ ડોઝ સામેલ છે.તો રશિયાની કોરોના વાયરસ વેક્સિન માટે 20 દેશોએ એક અરબ ડોઝનો ઓર્ડર મળ્યો છે.આ દેશોમાં ભારત પણ સામેલ છે.ભારતમાં દુનિયાની સૌથી મોટી વેક્સિન બનાવનાર કંપની સીરમ ઈન્સ્ટિટ્યુટ છે.અને સીરમ સાથે દુનિયાની અનેક કંપનીઓ વેક્સિન બનાવવા માટે કરાર કરી ચૂકી છે.