દિલ્હીઃ કાઉન્સિલ ફોર સાયન્ટીફીક એન્ડ ઇન્ડસ્ટ્રીયલ રિસર્ચ ( CSIR)ને ડ્રગ્સ કંટ્રોલર જનરલ ઓફ ઇન્ડિયા(DGCI) દ્વારા કોવિડ-19ની સારવાર માટેની બે દવાઓ ફેવિપિરવિર અને ફાઇટોફાર્માસ્યુટીક્લને ક્લિનીકલ ટ્રાયલ માટે મંજૂરી મળી ગઇ છે.ફેવિપિરવિર દવાનો ઉપયોગ સામાન્ય રીતે જાપાન અને ચીન સહિતના કેટલાંક દેશોમાં થાય છે.CSIR ફાઇટોફાર્માસ્યુટીક્લના રુપમાં જૈવિક દવાની શોધ કરી રહ્યું છે.જેના દ્વારા દેશમા ડેન્ગ્યુની સારવાર સફળતા પૂર્વક કરવામાં આવી હતી. હવે આ દવાનો ઉપયોગ કોવિડ-19 માટે થાય તેવો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે.
CSIRના શેખર મંડેએ જણાવ્યું છે કે એક સપ્તાહમાં આ દવાનું ક્લિનીકલ ટ્રાયલ શરૂ કરવામાં આવશે.હાલ CSIR ઘણી જાણીતી દવા કંપનીઓ સાથે કામ કરી રહી છે.જેથી કોવિડ-19ની સારવાર અંગે નક્કર કામગીરી કરી શકાય.આ કંપનીઓ પૈકી કેટલીક કંપનીઓએ કલાકો પહેલા જ ક્લિનીકલ ટ્રાયલની કામગીરી શરૂ કરી દીધી છે.CSIR દ્વારા હ્યુમન મોનોક્લોનલ એન્ટીબોડીને કોવિડ-19ના ઇલાજ માટે વિકસિત કરવાની યોજના છે.