– બેંકો એફડી પર પાંચ થી આઠ ટકા વ્યાજ આપે છે : મ્યુચ્યુલ ફંડે આપ્યું ૧૦ થી ૧૨ ટકા રિટર્ન
નવી દિલ્હી,તા.૩૦ : રોકાણકારો માટે એફ.ડી ફરી એકવાર રોકાણ માટેનું પંસદગીનું માધ્યમ બની ગયુ છે.કોરોના સંકટના કારણે શેરબજાર અને મ્યુચ્યુલફંડોમાં મોટા ચડાવ-ઉતાર આવવાથી, એફે.ડીમાં ઓછુ વ્યાજ મળતું હોવા છતાં રોકાણકારો તેની તરફ વળ્યા છે.બેંકીગ નિષ્ણાતોનું કહેવુ છે કે આ એ વાતનો સંકેત છે કે ફરી એકવાર રોકાણકારોનો વિશ્વાસ ઉઠી ગયો હતો પણ હવે તે ફરીથી જોવા મળી રહ્યો છે.
કેર રેટીંગ્સના એક રિપોર્ટ અનુસાર, ડેટ મ્યુચ્યુલ ફંડમાં ડીસેમ્બર ૨૦૧૯ સુધી ૧૨૮૦ અબજ રૂપિયાનું રોકાણ હતું જે માર્ચ ૨૦૨૦માં ઘટીને ૧૮૦ અબજ રૂપિયા થઇ ગયુ.આ ફેરફાર અંગે પ્રતિક્રિયા આપતા આઇડીબીઆઇ બેંકના ડેપ્યુટી મેનેજીંગ ડાયરેકટર સુરેશ ખતનરે કહ્યુ કે દરેક વ્યકિત ઇચ્છે છે કે તેનું રોકાણ લીકવીડ અને સુરક્ષિત રહે.કોરોનાના કારણે શેર બજારમાં અસ્થિરતા વધી રહી છે.તેમને વર્તમાન સમયમાં સૌથી સુરક્ષિત રોકાણ બેંક એફ.ડીમાં દેખાઇ રહ્યુ છે.તેમણે આગળ કહ્યુ કે અત્યારે સોનાના ભાવોમાં પણ મોટી વધ-ઘટ જોવા મળી રહી છે.શેર બજાર અને મ્યુચ્યુલ ફંડમાં પણ આજ પરિસ્થિતી છે.એટલે બેંક એફ.ડી માંજ રોકાણ કરવાનું રોકાણકારો યોગ્ય માની રહ્યા છે.જો કે આગામી સમયમાં બેંક એફ.ડીમાં વ્યાજ વધવાની કોઇ શકયતા નથી.


