By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના સંકટ વચ્ચે ફરી એક વખત થાઈલેન્ડના રાજા ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગ્યા
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના સંકટ વચ્ચે ફરી એક વખત થાઈલેન્ડના રાજા ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગ્યા
GeneralInternational

કોરોના સંકટ વચ્ચે ફરી એક વખત થાઈલેન્ડના રાજા ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગ્યા

HM News
Last updated: 08/05/2020 11:43 AM
HM News
5 years ago
Share
SHARE

થાઈલેન્ડ, તા. 8 મે 2020, શુક્રવાર

કોરોના વાયરસના મહાસંકટ વચ્ચે થાઈલેન્ડના રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમ ફરી એક વખત 20 ‘સેક્સ સોલ્જર્સ’ સાથે જર્મની ભાગી ગયા છે. આ તમામ સુંદર મહિલાઓ જર્મનીની એક આલિશાન હોટેલમાં બનાવવામાં આવેલા રાજા મહા વાજિરાલોંગકોર્નના ‘હરમ’માં રહેશે અને આ તમામ મહિલાઓને સેનાની રેન્ક આપવામાં આવી છે.આના પહેલા થાઈ રાજા થોડા સમય માટે સ્વદેશ પરત ગયા હતા અને કોરોનાગ્રસ્ત લોકોની મુલાકાત બાદ ફરી એક વખત જર્મની પહોંચી ગયા છે.

રાજા માટે બનાવવામાં આવેલા ખાસ ‘હરમ’માં આનંદ

જાણવા મળ્યા મુજબ રાજા મહા વાજિરાલોંગકોર્ન ઉર્ફે રામ દશમે દક્ષિણ જર્મનીની અલ્પાઈન હોટેલમાં શરણ લીધું છે.આ હોટેલને હવે થાઈલેન્ડના રાજાના મહેલની જેમ શણગારી દેવામાં આવી છે.રાજાએ આ હોટેલનો ચોથો માળ બુક કર્યો છે અને ત્યાં તેમના મનોરંજન માટે એક વિશેષ રૂમ ‘હરમ’ બનાવવામાં આવ્યો છે.રાજા આ રૂમમાં 20 સેક્સ સોલ્જર્સ સાથે આનંદ કરે છે તેવો દાવો કરાયો છે.

થાઈલેન્ડના સોના વડે રૂમની સજાવટ

આ રૂમને થાઈલેન્ડથી વિશેષરૂપે મંગાવવામાં આવેલી સોના-ચાંદીની બહુમૂલ્ય વસ્તુઓ વડે શણગારવામાં આવ્યો છે.એક અહેવાલ પ્રમાણે રાજાની ‘સેક્સ સોલ્જર્સ’ને સૈન્ય યુનિટ તરીકે એકત્રિત કરવામાં આવી છે અને તે SAS તરીકે ઓળખાય છે.તે બ્રિટનની સ્પેશિયલ કી ફોર્સ સમાન છે જેનું લક્ષ્‍ય વિજય છે.આ સેક્સ સોલ્જર્સને S001થી લઈને S020 સુધીની રેન્ક આપવામાં આવે છે.ઉપરાંત તેમને મેજર જેવી ઉપાધિઓ પણ આપવામાં આવે છે.

રાજા 25 અબજ ડોલરની સંપત્તિના માલિક

રાજા મહા રાજદ્વારી છૂટ ધરાવતા હોવાથી જર્મન સરકાર તેમના કોઈ કામમાં હસ્તક્ષેપ નથી કરતી.20 અબજ ડોલરની સંપત્તિના માલિક થાઈ રાજાએ અગાઉથી જ એક વર્ષ માટે આ હોટેલને બુક કરી રાખી છે.એક તરફ જર્મની અને થાઈલેન્ડ બંને કોરોના સંકટ સામે ઝઝુમી રહ્યા છે ત્યારે રાજા મહા રજાઓનો આનંદ માણી રહ્યા છે.કોરોનાના કારણે જર્મનીમાં 7,277 અને થાઈલેન્ડમાં 55 લોકોના મોત નોંધાયા છે.

થાઈલેન્ડમાં રાજા વિરૂદ્ધ રોષ ભભૂક્યો

કોરોના સંકટ વચ્ચે રાજા દેશ છોડીને ભાગી ગયા હોવાથી થાઈલેન્ડના હજારો લોકો રાજા પર રોષે ભરાયા છે.મોટી સંખ્યામાં લોકો સોશિયલ મીડિયામાં રાજાની ટીકા કરી રહ્યા છે.થાઈલેન્ડમાં રાજાને ભગવાનની સંજ્ઞા આપવામાં આવે છે અને તેમની ટીકા કરનારાઓને 15 વર્ષ સુધીની જેલ થઈ શકે છે તેમ છતા થાઈલેન્ડમાં ‘અમને રાજાની શું જરૂર’ ટ્વિટર પર ટ્રેન્ડ કરી રહ્યું છે.દેશનિકાલ બાદ ફ્રાંસમાં રહેતા માનવાધિકાર કાર્યકર સોમસાક જેઅમાતીરસકુલે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ‘કંટાળો દૂર કરવા રાજા પહેલા સ્વિત્ઝરલેન્ડ ગયા અને હવે જર્મની ફરી રહ્યા છે.’

રાજા મહાએ બોડીગાર્ડ સાથે લગ્ન કરેલા

થાઈલેન્ડના રાજાએ પોતાના રાજતિલક પહેલા પોતાની બોડીગાર્ડ સુથિદા તિદજઈ સાથે લગ્ન કર્યા હતા.વાજિરાલોંગકોર્નને બૌદ્ધ અને બ્રાહ્મણ સમારંભમાં સત્તાવાર રીતે તાજ પહેરાવવામાં આવ્યો હતો.આ અગાઉ રાજાએ ત્રણ લગ્ન કરેલા જેનાથી તેમને સાત બાળકો છે.જો કે,તેમણે અગાઉની ત્રણેય પત્નીને છૂટાછેડા આપી દીધેલા છે.થાઈલેન્ડની નવી રાણી સુથિદા પહેલા રાજાન સિક્યોરિટી યુનિટની કમાંડર હતી અને બંને વચ્ચે ઘણા લાંબા સમયથી અફેર ચાલી રહ્યું હતું.

ગુજરાત બજેટ 2023-24 : નાણામંત્રીએ ત્રણ લાખ એક હજાર કરોડ રૂપિયાનું બજેટ રજૂ કર્યું
લો બોલો ! શિવસેનામાં થયેલા બળવો હજી શમ્યો નથી ત્યાં હવે હવે કૉન્ગ્રેસના પાંચ વિધાનસભ્ય પણ નૉટ રીચેબલ
‘કમલમ’માં બેઠા-બેઠા હવે પાટીલ ભાઉ 33 જિલ્લા અને 8 મહાનગરો પર રાખશે નજર, જાણો કેવી રીતે
નેશનલ હેરાલ્ડ કેસ મુદ્દે સોનિયા, રાહુલને હાજર થવા ઇડીના સમન્સ
યુક્રેન યુદ્ધ રશિયાને જ ફળ્યું : રૂબલ છ વર્ષની ટોચે
Share This Article
Facebook Email Print
Previous Article કોરોનાના કહેર વચ્ચે અમેરિકાએ ઉજવ્યો પ્રાર્થના દિવસ, વ્હાઇટ હાઉસના રોજ ગાર્ડનમાં હિન્દુ પંડિત પાસે કરાવ્યો શાંતિ પાઠ
Next Article સુરત : ઓડિશા બાદ UPના પરપ્રાંતીયોએ ધમાચકડી મચાવી
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up