– લોકો ગંભીરતા ન સમજતા પાલિકા દ્વારા પ્રયાસ
સુરત : શહેરમાં વિવિધ વિસ્તારોમાં કોરોના સંક્રમણ ખૂબ મોટા પ્રમાણમાં વધી રહ્યું છે.કેટલાક સંક્રમિત વિસ્તારમાં લોકો કોરોના પોઝિટિવ હોવા છતાં પણ ફરતા દેખાઈ રહ્યા છે.તેવા લોકોને કાબૂમાં લેવા માટે ખાનગી સિક્યુરિટીનો ઉપયોગ કરવાનો શરુ થયો છે.લોકો કોરોના સંક્રમણ વ્યાપને અટકાવવા માટે જેટલી ગંભીરતા દાખવવી જોઈએ.તે બતાવી નથી રહ્યા તેના કારણે સુરત શહેરની સ્થિતિ વધુ ને વધુ વિકટ બની રહી છે.સુરત શહેર અને જિલ્લાના રોજના બસ્સો કરતા વધારે કોરોના પોઝિટિવ કેસો સામે આવી રહ્યા હોવા છતાં પણ લોકો આ સ્થિતિને ગંભીરતાથી લઈ રહ્યા નથી.
રાંદેર વિસ્તારમાં સવારથી જ કોર્પોરેશનની ટીમ અલગ અલગ વિસ્તારોમાં પહોંચી ને જે વિસ્તારમાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યો છે,તે વિસ્તારમાં આડસ લગાડવાની કામગીરી શરૂ કરી દીધી હતી.તેમ જ ખાનગી સિક્યુરિટીને મૂકવાની શરૂઆત કરી દીધી છે. જેથી કરીને લોકો કામ વગર અવર જવર ન કરે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવશે અને ખાનગી સિક્યુરિટી નાના માણસને કયા ઘરમાં કેટલા લોકો પોઝિટિવ આવ્યા છે. તેની પણ વિગત આપવામાં આવી છે.જેથી કરીને તે ઘરના કોઈ પણ લોકો ઘરની બહાર રખડતા દેખાય તો તેમની સામે કાયદાકીય પગલાં લઈ શકાય.
કોર્પોરેશન એનું કામ કરી રહી છે.પરંતુ લોકોએ પણ સતર્ક રહેવાની જરૂર છે.પોતે જ પોતાની સુરક્ષા રાખીને કોરોના સંક્રમણ સામે લડાઈમાં યોગદાન આપવું જોઈએ.તેને બદલે સ્થિતિ વિપરિત જોવા મળી રહી છે.લોકો બેફિકરાઈથી ટોળે વળેલા અથવા તો કામ વગર અવરજવર કરતા દેખાય છે.તે પણ વિશેષ કરીને કોરોના સંક્રમિત જે વિસ્તારો છે.એવા વિસ્તારોમાં આ પ્રકારની સિદ્ધિ જોવા મળી રહી છે.


