ગુજરાતમાં એકબાજુ કોરોના વાયરસે કહેર મચાવવાની શરૂઆત કરી દીધી છે. તો બીજુ બાજુ સરકાર અને તંત્ર પણ કોરોના વાયરસને માત આપવા એડીચોટીનું જોર લગાવી રહી છે. અને કોઈપણ સંજોગોમાં કોરોના વાયરસને અટકાવવા કામગીરી કરી રહી છે. તેવામાં ગુજરાતના મંત્રીઓએ એક મહિનાનો પગાર ફંડમાં આપવાનો નિર્ણય કર્યો છે.
ગુજરાતના મુખ્ય સચિવે આજે પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. તેઓએ કહ્યું કે, 95 સેમ્પલમાંથી 93 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. અને માત્ર 2 કેસ પોઝિટિવ આવ્યા છે. આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે. કોરોના સહાય ફંડમાં તમામ મંત્રીઓ મદદ કરશે. તમામ મંત્રીઓ પોતાના એક મહિનાનો પગાર ફંડમાં આપશે. તમામ મંત્રીઓ પોતાના એક મહિનાનો પગાર મુખ્યમંત્રી રાહત નિધિમાં દાન આપશે.
આ ઉપરાંત તેઓએ જણાવ્યું કે, સરકારી હોસ્પિટલોમાં ઓપીડી નિયમિત રીતે ચાલુ રહેશે. આ ઉપરાંત બે અઠવાડિયામાં સર્વેલન્સની કામગીરી પૂર્ણ કરાશે તેવું મુખ્ય સચિવે જણાવ્યું હતું. મુખ્ય સચિવે એમ પણ જણાવ્યું કે, અત્યાર સુધી 30 લાખ લોકોનું સર્વેલન્સ કરવામાં આવ્યું છે. તો ગુજરાતમાં લોકડાઉનની સ્થિતિને વધારે કડક અમલ માટે સરકારે રેપિડ એક્શન ફોર્સ ઉતારવાનું નક્કી કર્યું છે.