By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોરોના સામે અમેરિકા લાચાર: હોસ્પિટલો ફૂલ થતા કાર પાર્કિંગમાં દર્દીઓની સારવાર કરવા તબીબો મજબૂર
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > કોરોના સામે અમેરિકા લાચાર: હોસ્પિટલો ફૂલ થતા કાર પાર્કિંગમાં દર્દીઓની સારવાર કરવા તબીબો મજબૂર
GeneralInternational

કોરોના સામે અમેરિકા લાચાર: હોસ્પિટલો ફૂલ થતા કાર પાર્કિંગમાં દર્દીઓની સારવાર કરવા તબીબો મજબૂર

HM News
Last updated: 20/11/2020 6:41 AM
HM News
5 years ago
Share
SHARE

– અમેરિકામાં મોતનો આંકડો સૌથી વધુ, ફરી લોકડાઉન થઇ શકે છે લાગુ
– દુનિયાભરમાં 5 કરોડથી વધુ લોકો સંક્રમિત

અમદાવાદ, તા. 20 : કોરોના સંક્રમણ સામે દુનિયા ઝઝુમી રહી છે.વેક્સિન આવવાની કાગડોળે રાહ જોવાઈ રહી છે પરંતુ એ પહેલાં કોરોનાએ ફરીવાર રફ્તાર પકડી છે.અમેરીકામાં સ્થિતિ સૌથી વધારે ખરાબ છે.અહીં કોરોનાથી મરનારાઓની સંખ્યા 2.56 લાખ થઈ ચુકી છે.આ સાથે જ દર્દીઓ વધતા હોસ્પિટલોમાં બેડની અછત સર્જાવા લાગી છે.દર્દીઓની સારવાર કરવા માટે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે.

અમેરીકામાં કોરોનાના કારણે થતાં મોતનો આંકડો દુનિયામાં સૌથી વધારે છે.અમેરીકામાં માત્ર એક અઠવાડિયામાં 15 લાખથી વધારે કેસ સામે આવ્યા છે પરંતુ ટ્રમ્પ સરકાર વાઈરસને ગંભીરતાથી લેવા તૈયાર નથી.છેલ્લા કેટલાંક દિવસોથી જો બિડેને કહ્યું કે,અમેરિકામાં વધતા સંક્રમણને મામલે સખ્ત પગલાંની જરૂર છે.

દુનિયાભરમાં અત્યાર સુધીમાં 5.56 કરોડથી વધારે લોકો કોરોના સંક્રમિત થયાં છે.તેમાં 3.93 કરોડ લોકો સ્વસ્થ થઈ ચુક્યાં છે.જ્યારે 13.53 લાખ લોકોના મોત થઈ ચુક્યા છે.મહામારીથી અમેરીકા સૌથી વધારે અમેરીકા ઝઝુમી રહ્યું છે. અમેરીકાના કેટલાંક રાજ્યોમાં સ્થિતિ બેકાબુ થતી જાય છે.મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે બુધવાર સુધીમાં અહીં કુલ 2.56 લાખ લોકોના મોત થઈ ચુક્યા હતા. રિપોર્ટ પ્રમાણે 77 હજાર લોકો આ સમયે હોસ્પિટલમાં છે.

આ શહેરમાં પાર્કિંગમાં કરવી પડી રહી છે સારવાર

આ રિપોર્ટ અનુસાર નેવાદા અને મિશિગન જેવા રાજ્યોમાં સ્થિતિ એ થઈ ગઈ છે કે અહીં દર્દીઓની સારવાર માટે હોસ્પિટલમાં બેડ પણ નથી.નેવાદાના રેનો શહેરની હોસ્પિટલમાં દર્દી એટલા વધી ગયા છે કે કાર પાર્કિંગમાં વોર્ડ બનાવવામાં આવી રહ્યાં છે.અહીં સ્ટાફ આટલા દર્દીઓને સંભાળી શકતા નથી.ટેનેસીના ડાયરેક્ટર ઓફ ક્રિટિકલ કેર ડૉ. જોનસને જણાવ્યું કે,કોરોના સંક્રમણ એટલું ઝડપથી વધવું ચિંતાજનક છે.હવે આશા પણ તુટી રહી છે.સ્થિતિ ક્યારે સુધરશે,તે વિશે કંઈ કહી શકાય નહી.

જ્યારે બુધવારે ન્યૂયોર્ક સીટી એડમિનિસ્ટ્રેશને સંકેત આપ્યા કે અહીં લોકડાઉન ફરીથી લગાવવામાં આવી શકે છે.શાળા,હોટલ,રેસ્ટોરન્ટ્સ અને બાર પહેલાંથી જ બંધ છે.મિનેસોટામાં પણ આજે લોકડાઉનની જાહેરાત કરવામાં આવી શકે છે.

તાપી કલેકટર તરીકે એચ.કે.વઢવાણીયાએ પદભાર સંભાળ્યો
29મીથી સંસદનું સત્ર, પહેલી ફેબુ્આરીએ બજેટ રજૂ કરાશે
મુસ્તફા મહેશ બનીને પ્રેમ કરે તે સ્વિકાર્ય નથી : હર્ષ સંઘવી
યોગી સરકાર મજૂરોને પાછા લેવા પરવાનગી આપતી નથી : શિવસેના
ભાવનગરના અપક્ષ ઉમેદવાર અશોક વાઢેર ડાન્સરના દુપટ્ટામાં મોઢું નાંખીને, તેમની કમરમાં હાથ નાંખીને ડાન્સ કરતા હતા ને મહુવા ભાજપ શહેર પ્રમુખે વિડિઓ વાઇરલ કરી દીધો
Share This Article
Facebook Email Print
Previous Article મૂડી’ઝે ભારતનો GDP ગ્રોથનો અંદાજ સુધારીને -10.6% કર્યો
Next Article ઘોડા છૂટ્યા બાદ તબેલે તાળા મારવા જેવો ઘાટ : ચૂંટણીઓ યોજાઈ, બધું જ ખુલ્લું મૂક્યું અને હવે એકાએક લોકડાઉનનો આદેશ
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up