– ગૂગલના કહેવા પ્રમાણે આ ફંડમાં એડ ગ્રાન્ટ્સ પણ સામેલ
નવી દિલ્હી, તા. 26 એપ્રિલ : ભારતમાં કોરોનાની બીજી લહેરના કારણે હાહાકાર મચ્યો છે.આ સંજોગોમાં અમેરિકી ટેક કંપની ગૂગલે ભારતને કોવિડ-19 સામે લડવા 135 કરોડ રૂપિયાનું ફંડ આપવાની જાહેરાત કરી છે.ગૂગલના કહેવા પ્રમાણે આ ફંડ ગીવઈન્ડિયા અને યુનિસેફને આપવામાં આવશે જે ભારતમાં મેડિકલ સપ્લાય અને કોવિડ-19થી પ્રભાવિત ફેમિલીની મદદ માટે હશે.
ગૂગલના સીઈઓ સુંદર પિચાઈએ આ માટે એક ટ્વીટ પણ કરી હતી. પિચાઈ લખ્યું હતું કે, ભારતમાં કોરોના ક્રાઈસિસ સતત વકરી રહ્યો છે અને આ સંજોગોમાં ગૂગલર્સ એટલે કે ગૂગલમાં કામ કરનારાઓ ગીવઈન્ડિયા અને યુનિસેફને ભારતમાં કોવિડ-19નો સામનો કરવા 135 કરોડ રૂપિયાનું ફંડ આપશે.ગૂગલના કહેવા પ્રમાણે આ ફંડમાં એડ ગ્રાન્ટ્સનો પણ સમાવેશ થાય છે.ગૂગલનો એડ ગ્રાન્ટ પ્રોગ્રામ નોન પ્રોફિટ ઓર્ગેનાઈઝેશન્સને ગૂગલ પર ફ્રી એડ આપવાની સુવિધા આપે છે.ગૂગલ દ્વારા જાહેર કરવામાં આવેલા આ ફન્ડિંગમાં એડ ગ્રાન્ટ્સ પણ છે એટલે કે, 135 કરોડ રૂપિયા કેશ નહીં હોય.
ગીવઈન્ડિયા ગૂગલ દ્વારા આપવામાં આવેલા ફંડને કોરોના મહામારીમાં ખરાબ રીતે પ્રભાવિત થયેલા પરિવારોમાં કેશ તરીકે પણ વહેંચશે.યુનિસેફની વાત કરીએ તો તેના દ્વારા ગૂગલના ફંડને મેડિકલ સપ્લાય,ઓક્સિજન અને ટેસ્ટિંગ ઈક્વિપમેન્ટ્સ માટે યુટિલાઈઝ કરશે.

