કોરોના વાયરસના કેસો વિશ્વમા સતત વધી રહ્યા છે જેમાં વિશ્વ શકિત અમેરિકા કોરોના સામે સંપૂર્ણ રીતે ધ્વસ્ત થઈ ચુક્યું છે.અમેરિકામા કોરોના લીધે સૌથી વધારે લોકોના મોત થયા છે.જેમા શુક્રવારે એક વાર ફરી અમેરિકામા ૨૪ કલાકમા ૨૪૪૮ લોકોના કોરોના લીધે મોત થયા છે.આ ઉપરાંત સુપર પાવર અમેરિકામા કોરોના લીધે ૭૫,૫૪૩ લોકોના મોત થયા છે. તેમજ કોરોનાના લીધે અમેરિકા સંપૂર્ણ રીતે તૂટી ગયું છે.જયારે આ વાયરસથી એશિયામા ૧૦,૦૦૦ થી વધારે લોકોના મોત થયા છે. જયારે સ્વીડનમા મહામારીના કારણે ૩૦૦૦ થી વધારે લોકોના મોત થયા છે.
ઉલ્લેખનીય છે કે, ગુરુવારે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે કોરોના વાયરસ અમેરિકાના ઈતિહાસમા સૌથી ખરાબ દોર છે.તેમણે કહ્યું કે કોરોના સંક્રમણ પર્લ હાર્બર અને ૯/૧૧ પર થયેલા હુમલા કરતા પણ ખતરનાક છે.અમેરિકાની એજન્સીએ દાવો કર્યો છે કે અમેરિકામા આ વાયરસ જુન માસમા જોવા મળશે.જેમાં જુનમા અમેરિકામા દરરોજ ૨ લાખ લોકો કોરોના વાયરસના કેસ આવી શકે છે.
અમેરિકાનું વહીવટીતંત્ર હાલ દેશને ધીરે ધીરે દેશને ખોલવાના કામમા લાગ્યું છે.અનેક પ્રાંતોમા છુટ આપવામા આવી રહી છે.ડોનાલ્ડ ટ્રમ્પ કહી ચૂકયા છે કે જલ્દી જ અમેરિકાને ખોલી દેવામા આવશે.કોરોના વાયરસના લીધે વિશ્વમા અત્યાર સુધી ૨,૬૫,૦૦૦ લોકોના મોત થયા છે.આ વાયરસથી ૩૮,૨૧,૬૮૭ લોકો સંક્રમિત છે.કોરોના લીધે સૌથી વધારે મોત અમેરિકામા થયા છે.જયારે બ્રિટેનમા ૩૦ હજાર લોકો કોરોનાના લીધે મૃત્યુ પામ્યા છે.


