નવી દિલ્હી તા.27 : કોવિડ 19ના કારણે ભારત ચાર દસકાની પહેલી મંદીમાં જઈ રહ્યું છે.વર્ષ 2020-21માં જીડીપી ગ્રોથે નેગેટીવ રહેવાની લગભગ તમામ અર્થશાસ્ત્રીઓ,રેટીંગ એજન્સીઓએ કરી છે.આ મહામારીની આર્થિક અસરમાંથી એકપણ રાજય બચવાની ધારણા નથી,પણ મહામારીની વધુ અસર વધુ સમૃદ્ધ અને કોરોનાની વધુ અસર ધરાવતા રાજયોને પડવાની છે.
વર્ષ 2020-21 માટે ગ્રોથ એસ્ટીમેટ માઈનસ 6.8% અંદાજવામા આવ્યો છે.2019-20નો વિકાસ દર પણ અગાઉના પાંચથી ઘટાડી 4.2% કરવામાં આવ્યો છે.કોરોનાના કારણે 2020-21માં તમામ રાજયોની ગ્રોસ સ્ટેટ ડોમેસ્ટીક પ્રોડકટમાં રૂા.30.3 લાખ કરોડનો ઘટાડો થશે,જે કુલ જીએસડીપીના 13.5% છે.
બજેટમાં નાણાકીય વર્ષ 2021 માટે જીડીપી રૂા.24.9 લાખ કરોડ અંદાજવામાં આવી હતી.રૂા.30.3 લાખ કરોડની નુકશાનીનો અર્થ એ થયો કે સંશોધીત આંકડો રૂા.194.6 લાખ કરોડ હશે.કોરોના પ્રેરીત લોકડાઉનની અસર 10 રાજયો પર સૌથી વધુ પડશે.દેશમાં સૌથી વધુ કેસો ધરાવતા મહારાષ્ટ્ર, તામીલનાડુ અને ગુજરાતની આગેવાનીમાં 10 રાજયો જીડીપીમાં નુકશાનનો 75% હિસ્સો ધરાવતા હશે.50% જેટલી મહતમ ખાધ મોટા જિલ્લાઓ આવેલા છે તે એડ ઝોનમાં છે.રેડ અને ઓરેન્જ ઝોનનો સંયુક્ત ખાધ કુલ નુકશાનીના 90% હશે.ગ્રીન ઝોનમાં દેશની 80% વસ્તી છે,અને આ ગ્રામીણ જીલ્લાઓમાં મોટાભાગનું કામકાજ થઈ રહ્યું છે. બાકીની 10% ખાધ આ ઝોનની હશે.
રાજયોવાર વાત કરીએ તો મહારાષ્ટ્રની સ્ટેટ જીડીપીમાં 4,72,433 કરોડ (15.4%) નુકશાની થશે.તામિલનાડુમાં આ આંકડો 2,86,357 (14.9), ગુજરાતમાં 2,61,386 (15.0),ઉપ્રમાં 253,259 (13.1%), કર્ણાટકમાં 2,02,407 (11.4%),બંગાળમાં 1,99,069 (14.6%),દિલ્હીમાં 1,69,234 (18.8%),રાજસ્થાનમાં 1,53,733 (14.1%),આંધ્રમાં 1,49,289 (14.9%) તેલંગણામાં 1,45,563 (14.6%),કેરળ 1,13,785 (12.6%), મધ્યપ્રદેશમાં 1,08,012 (11.5%) મુખ્ય છે.
આમ ટકાવારીની દ્દષ્ટિએ દિલ્હીની જીએસડીપીને સૌથી વધુ 18.8% નુકશાન થવાની ધારણા છે.


