વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે ફોન પર વાત કરી અને કોવિડ-19ને ફેલાવતો રોકવામાં રાજ્ય સરકારના પગલાંના વખાણ કર્યા. મુખ્યમંત્રીના નજીકના સૂત્રોએ આ અંગેની માહિતી આપી.
સૂત્રોનું કહેવું છે કે મોદીએ વાતચીત દરમ્યાન રાજ્યમાં સ્થિતિ અંગે જાણ્યું. તેમણે કહ્યું કે વડાપ્રધાને લોકડાઉન દરમ્યાન નાગરિકોની મદદ માટે તૃણમૂલ કોંગ્રેસ સરકાર દ્વારા ઉઠાવામાં આવેલા પગલાંની પ્રશંસા કરી. સૂત્રોના મતે બંને નેતાઓની વચ્ચે લગભગ 10 મિનિટ વાતચીત ચાલી. વડાપ્રધાન બાદ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ અને વિદેશ મંત્રી એસ.જયશંકરે પણ મમતા બેનર્જી સાથે વાત કરી અને રાજ્યની સ્થિતિની માહિતી મેળવી.
મમતા બેનર્જીએ 18 રાજ્યોના મુખ્યમંત્રીને પત્ર લખ્યો
આપને જણાવી દઇએ કે આની પહેલાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી બેનર્જીએ દેશના 18 રાજ્યોના મુખ્યમંત્રીઓને પત્ર લખીને રાજ્યના એ શ્રમિકોને સહાયતા પહોંચાડવાનો આગ્રહ કર્યો છે જે કોરોના વાયરસ મહામારીના લીધે લોકડાઉન બાદ ઠેર-ઠેર ફસાઇ ગયા છે. બેનર્જીએ પત્રમાં લખીને કહ્યું કે બંગાળના કેટલાંય કામદાર દેશના વિભિન્ન ભાગોમાં કામ કરી રહ્યા છે જેમાં અર્ધકુશળ અને અકુશળ બંને શ્રેણીના છે.
દેશમાં કોવિડ-19 મહામારીના લીધે સંપૂર્ણ બંધના લીધે પશ્ચિમ બંગાળના કેટલાંય કામદાર પાછા જઇ શકયા નથી અને વિભિન્ન જગ્યાઓ પર ફસાઇ ગયા છે. તેમણે કહ્યું કે અમે તેમને કોઇ મદદ પહોંચાડી શકીએ તેમ નથી આથી હું તમને અનુરોધ કરું છું કે કૃપ્યા આપણા પ્રશાસને તેમને સંકટના સમયમાં માળખાકીય આશરો, ભોજન અને ચિકિત્સા સહાય આપવાનું કહો. બેનર્જીએ એમ પણ કહ્યું કે અમે બંગાળમાં ફસાયેલા આવા લોકોની મદદ કરી રહ્યા છીએ.

