– કોર્ટ શરૃ ન થતા રાજપીપળામાં બાર એસો.ના વકીલોનું વિરોધ પ્રદર્શન
કોરોના લોકડાઉનને કારણે છેલ્લા લાંબા સમયથી રાજપીપળા સહીત નર્મદાની કોર્ટો બંધ છે.જેથી વકીલોના વ્યવસાય ધંધા પર વિપરીત અસર થતા સત્વરે કોર્ટો ચાલુ કરવા ઉચ્ચ અધિકારીઓને વારંવાર રજૂઆતો કરવા છતા કોર્ટ શરુ કરવાની પરવાનગી ન મળતા વકીલો આર્થીક સંકટમા મૂકાયા છે.આ અંગે રાજપીપળા સહીત નર્મદાની કોર્ટો ચાલુ કરવા ઉચ્ચકક્ષાએ લેખીત રજૂઆતો કરી હતી છતા પણ કોઇ જવાબ ન મળતા આજથી બે દિવસ માટે રાજપીપળા ખાતે નર્મદા બાર એસોસીએશનના વકીલો દ્વારા વિરોધ પ્રદર્શન શરુ કરાયું હતુ,જેના ભાગ રૃપે આજે રાજપીપળા કોર્ટની બહાર બાર એસોસીએશનના વકીલોએ સોસીયલ ડીસ્ટંસ સાથે માસ્ક પહેરીને સૂત્ર્ત્રોચ્ચારો કર્યા હતાં.
બાર એસોસીએશનના પ્રમુખ વંદના ભટ્ટની આગેવાનીમા સૂત્ર્ત્રોચારો ક્રી નારા લગાવ્યા હતા.આવતીકાલે પણ વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે અને તેમ છતા પણ કોર્ટો ચાલુ નહી કરાય તો ઉપવાસ આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.
આ પ્રસંગે બાર એસોસીએશનના હોદેદારોએ જણાવ્યુ છે કે,નજીકના દિવસોમા કોર્ટ ચાલુ ના થાય તો પ્રતિક ઉપવાસ તેમજ વિરોધ પ્રદર્શન કરવા બાબતે લેખીત રજૂઆત કરી છે.


