અમદાવાદ : હરહંમેશા વિવાદમાં રહેલા અમદાવાદની નરોડા વિધાનસભાના ભાજપના ધારાસભ્ય બલરામ થાવાણીનો વધુ એક વિવાદાસ્પદ ઓડિયો વાઇરલ થયો છે.જેમાં તેઓ કોર્પોરેટર મરી ગયા છે તેમ કહે છે.એક તબક્કે યુવકોના સવાલના બલરામ થવાણી પાસે જવાબ ન હોવાથી તેઓ લાલઘુમ થઇ ગયા હતા અને સીમા તથા મર્યાદામાં રહી વાત કરવા યુવકને ધમકાવી રહ્યાં હોવાનું સંભળાઇ રહ્યું છે.નોંધનીય છે કે, સ્થાનિક યુવકે બલરામ થાવાણીના ફેસબુક પેજ પર વિવિધ
સમસ્યાના ફોટા મૂકી જવાબ માગ્યા હતા,પરંતુ તેમના પેજ પર યુવકને બ્લોક કરી દેવામાં આવ્યો હતો.જેથી યુવકે ફોન કરતા બલરામ થાવાણીએ નીચે મુજબના જવાબ આપ્યાની ઓડિયો ક્લિપ વહેતી થઇ ગઇ છે.
ઓડિયોના આવા છે સંવાદ…..
સામેવાળી વ્યક્તિ: નમસ્કાર બલારામ ભાઇ બોલે ?
ધારાસભ્ય: હા
સામેવાળી વ્યક્તિ: નરોડાની જનતા બોલું છું, મે આપના પેજ પર લાઇક અને કોમેન્ટ કર્યું તો સામાન્ય જનતાને બ્લોક કરી દો છો?
બલરામ થાવાણી- ભાઇ મારું કામ નથી.
સામેવાળી વ્યક્તિ: તમારું પેજ છે તો અમે જનતા તરીકે સવાલ ન કરી શકીયે તમે વિસ્તારમાં કેટલીવાર આવ્યા?
બલરામ : અરેભાઇ મને ખબર નથી
સામેવાળી વ્યક્તિ: હું કહું છું પછી તો ખબર પડીને નરોડા વિસ્તારમાં તમે મુલાકાતે કેટલી વખત આવ્યા?
બલરામ : શા માટે કામ હોઇ તો આવું ને !
સામેવાળી વ્યક્તિ: ચારે બાજુ પાણી ભરાઇ ગયા તો તમે દેખાયા?
બલરામ : કોર્પોરેટરો મરી ગયા છે?…. ચાર ચાર કાઉન્સિલર છે ને ત્યાં?
સામેવાળી વ્યક્તિ: કાઉન્સિલરો સાંભળતા નથી…
બલરામ :કેમ ન સાંભળે કાઉન્સિલર? કાઉન્સિલર આટલું કામ તો કરે છે
સામેવાળી વ્યકિત : નથી સાંભળતા માટે તો તમને ફોન કર્યો છે
બલરામ : તમે ક્યા કાઉન્સિલર પાસે ગયા?
સામેવાળી વ્યક્તિ: અમે ચારે ચાર પાસે ગયા હતા, મેં રોડ રસ્તા પર ભૂવા પડ્યા તે અંગે તમારા પેજ પર તો લખ્યું…
બલરામ : તમે કાઉન્સિલરોને મળો પહેલાં…
સામેવાળી વ્યક્તિ: તમે કાઉન્સિલરોને પૂછી લેજો. જીગર મહારાજ મળ્યા હતા
બલરામ : (વધુ એક વાર નામ પૂછે છે) કોની પાસે ગયા હતા?
સામેવાળી વ્યક્તિ: બધા પાસે ગયો હતો, રોડ રસ્તા માટે અરજી પણ આપી હતી
બલરામ : ક્યારે અરજી આપી કોની પાસે ગયા હતા? ચાર કાઉન્સિલરો પૈકી નામ તો આપો?
સામેવાળી વ્યક્તિ: સોમભાઇ, વૈશાલીબહેન, રાજુભાઇ, પીડી મિસ્ત્રી…..
બલરામ : વૈશાલીબહેનના પિતા ગુજરી ગયા છે…
સામેવાળી વ્યક્તિ: ત્રણ દિવસ પહેલાં ગુજરી ગયા હતા…
બલરામ : કાલે બેસણાંમાં આવીશ ત્યારે સોમભાઇને પૂછીશ…
સામેવાળી વ્યક્તિ: તમે મને પેજ પર બ્લોક કર્યો તો તમે ધારાસભ્ય છો કે કોણ છો?
બલરામ :એક વાત સમજો તમે મારા
માલિક નથી,…
સામેવાળી વ્યક્તિ: એટલે જનતાના તમે પ્રતિનિધિ નથી?,
બલરામ થવાણી- પ્રતિનિધિ છીએ તો તમે ફોન પર…..વાત કરી કહો આ તકલીફ છે તમે વાત કરી કોઇ!
સામેવાળી વ્યક્તિ: જનતાના સેવક છો માલિક અને નોકર નથી આવતું આમાં…
બલરામ :જનતાનો સેવક છું, જનતાનો ગુલામ પણ નથી…તમે કામ બોલો…
સામેવાળી વ્યક્તિ: કામ થતું નથી માટે તો કહ્યું છે…પ્રસૂતિ ગૃહ પાસે ભૂવો પડી ગયો છે…
બલરામ :હું સવારે આવું છું બેસણામાં ત્યારે બોલાવીશ.
સામેવાળી વ્યક્તિ: તમે ફોટા પડાવા આવો છો પણ રસ્તાની પરિસ્થિતિ જોતા નથી.
બલરામ :ત્યાં ચાર ચાર કાઉન્સિલર અને બે મહામંત્રી છે…પ્રમુખ છે
સામેવાળી વ્યક્તિ: તમે ત્યાં દેરાસર પાસે ફોટા પડાવીને ગયા છો ને?
બલરામ : હા તો શું થઇ ગયું?
સામેવાળી વ્યક્તિ: તો તે વખતે દેખાયો નહીં રસ્તો કે ગાડીમાં જ બેસી રહો છો ખાલી એસી ઓફિસમાં બેસો છો?
બલરામ : ચાર કાઉન્સિલર આપ્યા છે ને…
સામેવાળી વ્યક્તિ: તમે આપ્યા છે ચાર કાઉન્સિલર, કાઉન્સિલર કરતા નથી હવે મે તમને ફોન કર્યો..
બલરામ : તમે ક્યારે ફોન કર્યો…
સામેવાળી વ્યક્તિ: તમે મને બ્લોક કર્યો(ફેસબુક પેજ પર),સોશિયલ મીડિયામાં ફોટા મુક્યા તો તમે મને બ્લોક કરી દીધો….
બલરામ: સોશિયલ મીડિયા હું નથી સંભાળતો, દીકરો સંભાળે છે…
સામેવાળી વ્યક્તિ: એવું ન હોય સાહેબ…જોવાનું
બલરામ : દિવસમાં કેટલા વોટ્સ એપ આવે છે જોવાનું જરૂરી નથી… જરૂરી છે કે બધું….
સામેવાળી વ્યક્તિ: આ ફેસબુક પેજની વાત ચાલે છે…
બલરામ : તે મારો દીકરો સંભાળે છે…
સામેવાળી વ્યક્તિ: તો તમે કહ્યું કે, કોઇ સાચી માહિતી લખે તો બ્લોક કરી દેવાનું…
બલરામ- સાચી વાતનું એમ નહીં…. તમે મને ફોન કરો ને…. તમે ફોન કર્યો મે ઉપાડ્યો છે….12 વાગ્યે પણ લોકોના ફોન ઉપાડું છું…
સામેવાળી વ્યક્તિ – 11.33એ આજે ફોન કર્યો છે.. હવે જોઇએ તમે કેટલા દિવસોમાં પંચાયત પાસેનો ખાડો પુરાવો છો…
બલરામ :એતો તમે…..હું તમને આ નંબર પર સવારે ફોન કરીશ,…આવજો મને મળવા…
સામેવાળી વ્યક્તિ: હા હું જીગર મહારાજ છું વાત થઇ જશે
બલરામ : સીમા અને મર્યાદામાં રહેવાનું…
સામેવાળી વ્યક્તિ: તો આ મર્યાદા નથી…
બલરામ : તમારી વાત સાચી છે પણ સીમા અને મર્યાદામાં રહેવાનું… ચાર ચાર કાઉન્સિલર છે….સવારે તમને બોલાવીશ…
સામેવાળી વ્યક્તિ: તમે મને ધમકી આપી રહ્યાં છો…સીમા અને મર્યાદામાં રહેવાનું એટલે….
બલરામ : નાના તમને ચાર ચાર નરોડામાં કાઉન્સિલર છે….
સામેવાળી વ્યક્તિ: તમે ધારાસભ્ય તરીકે આમ બોલો છો મને?
બલરામ : હા બોલું છું ને કેમ ન બોલું…. મીડિયા હું નહીં મારો દીકરો સંભાળે છે…ચાર કાઉન્સિલર સારુ કામ
કરે છે….
સામેવાળી વ્યક્તિ: તમે મર્યાદાનું અને બધુ બોલ્યા…. તો શું સમજવાનું….
બલરામ :સવારે રૂબરૂ વાત કરજો…તમને વાત કરવાની તમીજ નથી….!


