– પેઇડ પોલીસ બંદોબસ્ત વચ્ચે કંપનીમાં સર્વે સહિતની કામગીરી હાથ ધરાઈ
– દહેજની બંધ કરી દેવાયેલી વેલ્સપન કંપનીની જમીનમે લક્ષ્મી ઓર્ગેનિકસે ₹123 કરોડમાં ખરીદી
– જ્યારે દહેજ ABG શિપયાર્ડને વેલ્સપને 659 કરોડમાં હસ્તગત કરી
– છુટા કરાયેલા કર્મચારીઓ વિરોધ ન કરે તે માટે પોલીસ પ્રોટેક્શન હેઠળ બંધ કંપનીમાં કામગીરી શરૂ કરાઇ
કોર્પોરેટ ખેલનો ખૂબ જ ચોકાવી દેનારો કિસ્સો લઘુ ભારત એવા ભરૂચના દહેજથી બહાર આવ્યો છે.જ્યાં દહેજની વેલ્સપન કંપનીને ફડચામાં બંધ કર્યા બાદ જમીન 123 કરોડમાં વેચી આ જ ગ્રુપે નાદર થેયલી ABG શિપયાર્ડને રૂપિયા 659 કરોડમાં ખરીદી છે.દહેજમાં આજે દહેજ,SOG,LCB સહિતના પોલીસના ધાડે ધાડાને લઈ આ કિસ્સો સામે આવ્યો છે.કંપની સત્તાધીશોને છુટા કરાયેલા 600 કર્મચારીઓ વિરોધ કરવાની તીવ્ર દહેશત હતી.અને અગાઉ કર્મચારીઓ તેમજ સ્થાનિકોઉં વિરોધ પણ કર્યો હતો.જેને લઈ કોર્પોરેટ ગ્રુપે પોતાનો સર્વે અને કામગીરી કંપની પરિસરમાં આજે ગુરૂવારે શરૂ કરતાં પેહલા પેઇડ પોલીસ પ્રોટેક્શન માંગ્યું હતું.અને પોલીસ નિયમ પ્રમાણે બંદોબસ્તમાં ગોઠવાઈ ગઈ હતી.
દહેજની વેલ્સપન કંપનીએ ખોટના બહાને 2 વર્ષ પેહલા હાથ ઊંચા કરી દીધા હતા.અને 600 જેટલા કર્મીઓનો અંજાર સહિત રાજ્ય બહારના પ્લાન્ટમાં બદલીઓ કરી દીધી હતી.છ મહિના આંદોલન ચાલ્યું હતું.અકસ્માતમાં બે કામદારના મોત પણ થયા હતા.છેવટે 180 જેટલા કર્મીઓએ VRS લઈ લીધું હતું.જ્યારે 250 થી વધુ એ વી.આર.એસ. લેવાનો ઈન્કાર કરી દીધો હતો.
દરમિયાન વેલ્સપને દહેજની જમીન ₹123 કરોડમાં લક્ષ્મી ઓર્ગેનિક્સને વેચી દેવા MOU કરી દીધા હતા.તો બીજી તરફ દહેજની જ નાદાર ABG શિપ યાર્ડને ₹659 કરોડમાં ખરીદવા તૈયારી કરી લીધી હતી.હવે આજે વેલ્સપન દ્વારા ટેકઓવર કરાયેલ ABG શિપ યાર્ડમાં સર્વે સહિતની કામગીરી શરૂ કરાઇ હતી.છુટા કરાયેલા કામદારો વિરોધના કરે તે માટે પોલીસ પ્રોટેક્શન પહેલેથી જ માંગી લેવાતા ભરૂચ,દહેજ,SOG અને LCB સહિતનો કાફલો સવારથી જ ખડકી દેવાયો હતો.
કર્મચારીઓ આક્ષેપ કરી રહ્યા છે કે વેલ્સપન કંપનીની જમીન ખરીદનાર લક્ષ્મી ઓર્ગેનિક્સ તેની જ સબસિડરી કે સિસ્ટર કંશન છે.અને કંપની ફડચામાં ગઈ હતી તો તેને બંધ ABG શિપ યાર્ડને કેવી રીતે ખરીદ્યું.દહેજ વેલ્સપનને તાળા મારી હવે નવા નામ અને નવી કંપની સાથે વેલ્સપન ગ્રુપ કોન્ટ્રાકટ ઉપર કામદારો રાખી પ્રોડકશન શરૂ કરશે.જેને લઈ વર્ષો જુના કાયમી કામદારોને આપવો પડતો તોતિંગ પગાર,પી.એફ.ગેજ્યુઇટી સહિતના અન્ય આર્થિક લાભોમાંથી છુટકારો મેળવી લીધો છે.લક્ષ્મી ઓર્ગેનિક ઇન્ડસ્ટ્રીઝે ગુજરાત રાજ્યના દહેજમાં સ્થિત વેલસ્પન કોર્પના (વેચનાર) યુનિટની જમીન,સિવિલ સ્ટ્રક્ચર્સ (પ્લાન્ટ અને મશીનરી સિવાય)ની ખરીદી માટે 19 જાન્યુઆરી 2023 સુધીમાં રૂ.123 કરોડની નોંધપાત્ર રકમ ચૂકવી છે.
મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ (MoA) ના બંને પક્ષો 31 માર્ચ 2023 સુધી MoA માં વિચારેલા વ્યવહારને પૂર્ણ કરવાની તારીખ વધારવા માટે સંમત થયા છે.
વેલસ્પન કોર્પ લિમિટેડે માહિતી આપી હતી કે એબીજી શિપયાર્ડ લિમિટેડના લિક્વિડેટરે એબીજી શિપયાર્ડ લિમિટેડની નિર્દિષ્ટ સંપત્તિના ખાનગી વેચાણ માટેના પ્રોસેસ મેમોરેન્ડમના સંદર્ભમાં વેલસ્પનને સફળ બિડર તરીકે જાહેર કર્યું છે.વેલસ્પન કોર્પ અને તેની સંપૂર્ણ માલિકીની પેટા કંપનીએ 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ સંપૂર્ણ સંપાદન રકમ માટે રૂ.659 કરોડ (સંબંધિત કર સહિત) ચૂકવ્યા હતા.ખરીદીની વિચારણામાં વેલસ્પન કોર્પનો હિસ્સો રૂ.589 કરોડ છે,જ્યારે નૌયાન શિપયાર્ડનો હિસ્સો રૂ.70 કરોડ છે.
વેલસ્પન કોર્પ લિમિટેડે લગભગ 150,000 MT અડધા બાંધેલા જૂના જહાજો અને સ્ક્રેપ ખરીદ્યા હોવાના અહેવાલ છે.એવું અનુમાન છે કે સંપાદન પૂર્ણ થયા બાદ તેની સંભવિત કિંમત 12-15 મહિનામાં સાકાર થઈ જશે.સંપૂર્ણ ખરીદી કિંમતની પ્રાપ્તિ પછી લિક્વિડેટરે વેલસ્પન કોર્પ લિમિટેડ અને તેની સંપૂર્ણ માલિકીની પેટાકંપનીને ઉલ્લેખિત સંપત્તિના ટ્રાન્સફર માટે IBC અનુસાર વેચાણ પ્રમાણપત્ર જારી કર્યું.તે પછી લિક્વિડેટરે કંપનીને જાણ કરી કે તેને એબીજી શિપયાર્ડ લિમિટેડની મિલકતોના સંદર્ભમાં 21 સપ્ટેમ્બર, 2022 ના રોજ અમલીકરણ નિયામક,અમદાવાદ તરફથી કામચલાઉ જોડાણનો ઓર્ડર મળ્યો છે,જેમાં એવોર્ડ લેટરનો ભાગ બનતી નિર્દિષ્ટ સંપત્તિનો સમાવેશ થાય છે, વેલસ્પને જણાવ્યું હતું.દહેજમાં આ શિપયાર્ડની સ્થાપના 2008 માં કરવામાં આવી હતી અને 1,000 મીટર દરિયાઈ ફ્રન્ટેજ સાથે 165 એકર લીઝ મિલકતમાં ફેલાયેલી છે.