– ગૌતમ અદાણી પાસે ઘણી બધી લક્ઝરી કારો છે અને તેઓ 17 શિપના માલિક છે.
– તેમણે દિલ્હીના લુટિયન્સ વિસ્તારમાં 400 કરોડ રૂપિયામાં હવેલી ખરીદી છે.
– અમદાવાદમાં પણ તેમનો વિશાળ બંગલો છે અને મોટાભાગે તેઓ ત્યાં જ રહે છે.
નવી દિલ્હી : ગૌતમ અદાણી હાલમાં દુનિયાના ત્રીજા નંબરના સૌથી અમીર શખસ બની ગયા છે.જોકે, આ મુકામે પહોંચવા માટે તેમણે ઘણો સંઘર્ષ કર્યો છે.કોલેજ ડ્રોપઆઉટ અદાણી પાસે હાલમાં 400 કરોડ રૂપિયાના બંગલાથી લઈને પોતાની માલિકીના જહાજો અને પ્રાઈવેટ જેટ પણ છે.છેલ્લા કેટલાક વર્ષોમાં ગૌતમ અદાણીની સંપત્તિમાં દિવસ-રાત વધારો થયો છે અને હજુ પણ થઈ રહ્યો છે.અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી દુનિયાના ત્રીજા સૌથી અમીર શખસ બની ગયા છે.તેમણે બર્નાર્ડ અરનોલ્ટ,બિલ ગેટ્સ અને વોરેન બફેટ જેવા ઘણા દિગ્ગજોને પાછળ છોડીને કમાણીના મામલે ઈતિહાસ રચી દીધો છે.ગૌતમ અદાણીએ બર્નાર્ડ અરનોલ્ટને 137 અબજ ડોલરની સંપત્તિની સાથે પાછળ છોડી દીધા છે.એવું પહેલી વખત બન્યું છે કે, જ્યારે કોઈ એશિયન બ્લૂમબર્ગ બિલિયોનેયર્સ ઈન્ડેક્સના ટોપ 3માં સામેલ થયું છે.હવે તેમની આગળ રેન્કિંગમાં માત્ર એલન મસ્ક અને જેફ બેઝોસ જ છે.પરંતુ, શું તમને ગૌતમ અદાણીની પર્સનલ લાઈફ વિશે તમને ખબર છે? ગૌતમ અદાણીનું જીવન રાજા-મહારાજાઓથી ઓછું નથી.દુનિયાની એકથી એક ચડિયાતી કારોનું કલેક્શન તેમની પાસે છે.તે પ્રાઈવેટ જેટથી લઈને 17 શિપ સુધીના માલિક છે.તમે તેમની પર્સનલ લાઈફ વિશે જાણશો તો આશ્ચર્યમાં મૂકાઈ જશો.ચાલો તમને જણાવીએ કે કેવું આલિશાન જીવન જીવે છે ગૌતમ અદાણી.
લક્ઝરી કારથી લઈને પ્રાઈવેટ જેટ સુધી બધું છે સામેલ
અદાણીની પાસે લક્ઝરી કારોથી લઈને પ્રાઈવેટ જેટ સુધી બધું જ છે.તેમના આ કલેક્શનનું લિસ્ટ ઘણું લાંબુ છે.અદાણી મોટાભાગે પ્રાઈવેટ જેટમાં જ મુસાફરી કરે છે.મીડિયા રિપોર્ટસ મુજબ, તેમની પાસે જે સૌથી સસ્તું પાઈવેટ જેટ છે,તેની પમ ભારતમાં કિંમત લગભગ 15.2 કરોડ રૂપિયા છે.તેમણે પોતાની ઓછા અંતરની મુસાફરી માટે હેલિકોપ્ટર રાખ્યા છે.તેમાં અગસ્ટા વેસ્ટલેન્ડ એડબલ્યુ139 હેલિકોપ્ટર ઉપરાંત બે અન્ય હેલિકોપ્ટર પણ સામેલ છે.તેમની પાસે ત્રણ આલિશાન જેટ વિમાન પણ છે.
સુપર લક્ઝરી કારોનું છે જબરજસ્ત કલેક્શન
પ્રાઈવેટ જેટ અને હેલિકોપ્ટર ઉપરાંત ગૌતમ અદાણીની પાસે સુપર લક્ઝરી કારોનું કલેક્શન પણ છે.તેનું લિસ્ટ ઘણું લાંબુ છે.તેમની પાસે લગભગ 1.3 કરોડ રૂપિયાની શાનદાર બીએમડબલ્યુ, 3.5 કરોડ રૂપિયાની ફરારી ઉપરાંત ઘણી સુપર લક્ઝરી કારો છે.કારની સાથે તેમની પાસે 17 જહાજ પણ છે.તેમણે વર્ષ 2018માં જે બે નવા જહાજ ખરીદ્યા તેનુ નામ પોતાની ભત્રીજીના નામ પર રાખ્યું છે.જહાજોને ખરીદીને તેઓ પોતાના લોજિસ્ટિક ઈન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત કરે છે.
હવેલીમાં રહે છે પરિવાર
ગૌતમ અદાણી પોતાના પરિવાર સાથે હવેલીમાં રહે છે.તેમની પાસે એક નહીં ઘણી હવેલીઓ છે.વર્ષ 2020માં તેમણે દિલ્હીના લુટિયન્સ એરિયામાં એક હવેલી ખરીદી છે,જેની કિંમત લગભગ 400 કરોડ રૂપિયા છે.તે તેમણે સૌથી વધુ બોલી લગાવીને ખરીદી હતી.તે ઉપરાંત અમદાવાદમાં પણ પોશ વિસ્તારમાં તેમની એક હવેલી છે.ગુડગાંવમાં પણ તેમનો એક બંગલો છે.અદાણી મોટાભાગનો સમય અમદાવાદમાં જ રહે છે.
એરપોર્ટસમાં ભાગીદારી
ગૌતમ અદાણી ભારતમાં કુલ સાત એરપોર્ટસના માલિક છે.અદાણી એન્ટરપ્રાઈઝ લિમિટેડ પાસે ગુવાહાટી,જયપુર,મંગલુરુ,મુંબઈ,અમદાવાદ,લખનૌ,તિરુવનંતપુરમ વગેરે એરપોર્ટ છે.
કોલેજ ડ્રોપઆઉટ છે અદાણી
કોલેજ છોડવાથી લઈને પોતાનો ડાયમંડનો વેપાર શરૂ કરવા સુધી અદાણી એન્ટરપ્રાઈઝના માલિક ગૌતમ અદાણીની સફર બધા માટે એક પ્રેરણા છે. 137 અબજ ડોલરની કુલ સંપત્તિની સાથે એક સાધારણ વ્યક્તિમાંથી એક બિઝનેસ ટાઈકૂન સુધીની તેમની સફર ઘણી રોમાંચક અને પ્રેરણાદાયક છે.તેમની સંપત્તિ બધા માટે આકર્ષણનું કેન્દ્ર બની ગઈ છે.અદાણીની પાસે પોર્ટથી લઈને એનર્જી,હરિત ઉર્જા અને અન્ય ઉદ્યોગોમાં મહત્વપૂર્ણ ઉપસ્થિતિ છે.
સાધારણ પરિવારમાં થયો જન્મ
ગૌતમ અદાણીના જીવનના કિસ્સા બધાને ચોંકાવી શકે છે.ગૌતમ અદાણીનો જન્મ એક સાધારણ ગુજરાતી પરિવારમાં થયો હતો.તેઓ કોલેજ ડ્રોપઆઉટ છે.અમદાવાદમાં શેઠ સીએન વિદ્યાલયમાંથી 12મા ધોરણ સુધી અભ્યાસ કર્યા પછી તેમણે ગુજરાત યુનિવર્સિટીમાંથી કોર્મસ ગ્રેજ્યુએશન માટે એનરોલ કર્યું હતું.અહીં તેમણે બીજા જ વર્ષે અભ્યાસ છોડી દીધો હતો.


