અમદાવાદ : મોંઘવારી વધી રહી હોવાની બૂમ વચ્ચે આમઆદમીનો રસોડાનો ખર્ચ દોઢો થઈ ગયો હોવા છતાંય અનાજ અને શાકભાજી સહિતની વસ્તુઓનો ભાવ ઊછાળી દેવા માટે કૃષિ ઉત્પન્ન બજાર સમિતિના વેપારીઓ અને કોલ્ડસ્ટોરેજના માલિકો દ્વારા કરવામાં આવી રહેલા ખેલને રોકવા માટે કોઈ જ પગલાં લેવાતા ન હોવાથી પ્રજાની હાલાકી વધી રહી છે.સરકારી તંત્ર મૌન સેવીને બેસી રહ્યું છે.શાકભાજી અને અનાજના ભાવની માફક તેલના ભાવ પણ ઊછાળી દેવાનું કૌભાંડ આચરવામાં આવી રહ્યું છે.તેમની સામે પ્રીવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એક્ટ લગાવીને પગલાં લેવામાં સરકારી તંત્ર નિષ્ફળ રહ્યું હોવાથી વેપારીઓને છુટ્ટો દોર મળી ગયો છે.તેમંય વળી જીવનાવશ્યક વસ્તુઓનો સંગ્રહ કરનારાઓ સામે ઝડપથી પગલાં લેવા માટે ગુજરાત સરકાર દ્વારા બનાવવામાં આવેલા રેપિડ રિસ્પોન્સ સેલે આણંદમાં એક સરકારી અિધિકારીને રૃા.૫૦ લાખની લાંચ લેતા રંગે હાથે પકડી પાડયો તે પથી ૨૦૨૧ની સાલમાં રેપિડ રિસ્પોન્સ સેલ બંધ કરી દેવામાં આવ્યો હતો.
કૃષિ ઉત્પન્ન બજાર સમિતિમાં માલનો સપ્લાય વધી જાય ત્યારે ઓછા ભાવે માલ ખરીદી લીધા પછી બજારમાં તેનો ભાવ ઊંચકી લેવા માટે એપીએમસીના વેપારીઓ કોલ્ડ સ્ટોરેજના માલિકોને જાણ કરીને તે માલ લઈ લેવા જણાવે છે.ત્યારબાદ માલનો સપ્લાય ઓછો થાય તે તબક્કે તે માલ ઊંચા ભાવે બજારમાં મૂકીને તગડી કમાણી કરી લે છે.બટાકા,ડુંગળી,લીંબું અને ટામેટા જેવા શાકભાજીઓના ભાવ ઊછાળી દેવા માટે આ રમત નિયમિત રીતે કરવામાં આવી રહી છે.ડુંગળીના ક્વિન્ટલદીઠ ભાવ રૃા.૩૧૦ની આસપાસ બોલાયા ત્યારે ગુજરાત સરકારને ખેડૂતોે કિલોએ રૃા.૨ની સબસિડી આપવાની જાહેરાત કરવી પડી હતી,પરંતુ બજારમાં ડુંગળીના કિલોદીઠ ભાવ રૃા.૨૦ અને રૃા.૨૫ની રેન્જમાં જ રહ્યા છે.આમ વેપારીઓ કઠોળ,ઘઉં,ચોખા,ખાંડ,ચા અને જીવન જરૃરી દરેક વસ્તુઓના ભાવમાં વધારો મેળવી રહ્યા છે.પ્રજા લાચાર થઈને તમામ ખેલ જોઈ રહી છે.સરકારી તંત્ર વેપારીઓની આ રમતને મૂંગે મોઢે જોઈ રહ્યા છે.પરિણામે મધ્યમ વર્ગની ગરીબી વધી રહી છે અને વેપારીઓની અમીરી વધી રહી છે.
ભૂતકાળમાં ખાદ્ય સામગ્રીના ભાવ ઊછાળવાના ખેલ કરનારાઓ સામે પ્રીવેન્શન ઑફ બ્લેક માર્કેટિંગ એક્ટ હેઠળ પગલં લઈને તેમના પર વૉચ રાખવામાં આવતી હતી.પરંતુ છેલ્લા એક વરસથત્કાલાં બજાર કરનારાઓ સામે કોઈપણ પગલાં લેવામાં આવ્યા નથી.આમ શાસકો અને સંગ્રહખોરો એક બીજાના સાથ સહયોગમાં કામ કરી રહ્યા હોય તેવી સ્થિતિ પ્રવર્તી રહી છે.આ સ્થિતિમાં દરેક વસ્તુઓનો સ્ટોક રાખવાની મર્યાદા નક્કી કરીને તેનો ચુસ્ત અમલ કરાવવામાં આવે તો જ ભાવ વધારો નિયંત્રણમાં લાવી શકાશે એમ ગ્રાહક સુરક્ષાના કામ કરતી સંસ્થાઓનું કહેવું છે.ખાદ્યતેલના સ્ટોક માટે ત્રણ મહિના પૂર્વે કરેલો પરિપત્ર પણ કાગળનો ટુકડો જ બની રહ્યો હોવાનું જોવા મળ્યું છે.ગુજરાતના ૩૩ જિલ્લાકલેક્ટરો અને જિલ્લા તથા તાલુકા વિકાસ અધિકારીઓ પણ તેમની જવાબદારી નિભાવતા નથી,પરિણામે પ્રજા મોંઘવારીમાં પીસાઈ રહી હોવાની એક ફરિયાદ સરકારમાં કરવામાં આવી રહી છે.


