ગાંધીનગર,તા.૨૬
ગુજરાત સરકારના બજેટ-૨૦૨૦માં વીજકરમાં કુલ ૩૩૦.૧૬ કરોડની રાહતો આપવામાં આવી છે. આ રાહતો સાથે બજેટમાં કુલ અંદાજિત પૂરાંત રૂ. ૨૭૫.૨૭ કરોડ રહે તેમ છે.
સરકારે ખેડૂતો માટેના કોલ્ડ સ્ટોરેજ પર હાલમાં લેવાતા ૨૦ ટકા વીજકરમાં ઘટાડો કરીને ૧૦ ટકાની દરખાસ્ત કરી છે. જેનો લાભ ૧૩૦૦ કોલ્ડ સ્ટોરેજને મળશે.
ધાર્મિક સ્થળો પર વસૂલાતા વીજકરમાં હાલમાં ૨૫ ટકા લેવાય છે. જેમાં ઘટાડો કરીને ગ્રામ્ય વિસ્તારમાં ૭.૫ ટકા અને શહેરી વિસ્તારમાં આવેલા કોઇ પણ ધર્મના ધાર્મિક સ્થળ પાસેથી હવે ૧૫ ટકા પ્રમાણે વીજકર લેવાશે.
ધર્મશાળાઓ પર લેવાતા વીજકરમાં હાલમાં ૨૫ ટકા લેવાય છે. તેમાં ઘટાડો કરીને એચ.ટી. જોડાણ ધરાવતી ધર્મશાળાઓ માટે ૧૫ ટકા અને એલ.ટી. વીજ જોડાણ ધરાવનાર ધર્મશાળા માટે ૧૦ ટકા પ્રમાણે લેવાશે. જેનો લાભ અંદાજે ૮૧૫ ધર્મશાળાને મળશે. રેસિડયુઅરી કેટેગરી એટલે કે વેપારી અને વાણિજયિક વર્ગ સહિત) પરનો વીજ કર ૨૫ ટકા મુજબ લેવાય છે. જે હવે ૨૦ ટકા કરવાની દરખાસ્ત છે. જેનો લાભ અંદાજે ૩૦ લાખ દુકાનદારો, વેપારીઓ, કારીગરો વગેરેને મળશે. વીજકરમાં કુલ ૩૩૦.૧૬ કરોડની રાહતો છે.
નાણાંમંત્રીએ ૬૦૫.૪૩ કરોડની અંદાજિત પૂરાંતવાળુ બજેટ રજૂ કર્યું હતું. જેમાંથી ૩૩૦.૧૬ કરોડની રાહતો આપવામાં આવતાં હવે કુલ અંદાજે ૨૭૫.૨૭ કરોડની પૂરાંત રહેશે.
કોલ્ડ સ્ટોરેજ-ધાર્મિક સ્થળો-ધર્મશાળાઓને વીજકરમાં રાહતો
Leave a Comment