મુંબઇ : મહારાષ્ટ્રના મહત્વના શહેર કોલ્હાપુર અને અમદાવાદને જોડનારી વિમાનસેવા જૂનથી ફરી શરૂ થશે.શરૂઆતમાં અઠવાડિયામાં બે દિવસ એટલે સોમ અને શુક્રવારે કોલ્હાપુર- અમદાવાદ વચ્ચે ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવશે.આમ તો ૨૨મી ફેબુ્રઆરી ૨૦૨૧થી કોલ્હાપુર અમદાવાદની ફ્લાઇટ શરૂ કરવામાં આવી હતી જે થોડા સમય બાદ કોઇ કારણસર બંધ કરવામાં આવી હતી.નવ મહિના બંધ રહ્યા બાદ ત્રીજી જૂનથી ફરીથી આ વિમાન સેવા શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી છે.


