લગ્ન બાદ પતિ અથવા તો પત્નીના અનૈતિક સંબંધોના કારણે ક્યારેક પતિએ પત્નીની હત્યા કરી હોય અથવા તો પત્નીએ પ્રેમી સાથે મળીને પતિને મોતને ઘાટ ઉતારી દીધો હોય તેવા કિસ્સા સામે આવ્યા છે.ત્યારે ગીર સોમનાથના તાલાલા તાલુકાના જેપુર ગીર ગામે આડા સબંધની આશંકામાં એક વ્યક્તિએ તેના મામાના દીકરાને મોતને ઘાટ ઉતારી દીધો હોવાનું સામે આવ્યું છે.કોલ રેકોર્ડિંગમાં પત્નીના મામાના દીકરા સાથે સંબંધ હોવાનું સામે આવતા પતિએ તેના પિતરાઇ ભાઇની હત્યા કરી નાખી હતી.
રિપોર્ટ અનુસાર ગીર સોમનાથના તાલાલા તાલુકામાં આવેલા જેપુર ગીર ગામમાં હસમુખ કામળિયા નામનો વ્યક્તિ તેની પત્ની અને સંતાનો સાથે રહેતો હતો.હસમુખ કામળિયા અને સંતાનમાં એક દીકરો અને દીકરી હતા અને તેના લગ્ન 13 વર્ષ પહેલા થયા હતા અને તે બાંધકામની ઓફિસમાં કામ કરીને પરીવારનું ગુજરાન ચલાવતો હતો.હસમુખ કામડીયા એક દિવસ તેની પત્નીનો મોબાઈલ ચેક કરી રહ્યો હતો ત્યારે તેને મોબાઈલમાં કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હતું અને કોલ રેકોર્ડિંગથી જાણવા મળ્યું હતું કે, હસમુખની પત્નીને હસમુખના પિતરાઈ ભાઈ એટલે કે મામાના દીકરા અતુલ કેશવાલા સાથે આડોસંબંધ છે.
આ વાત સામે આવતા જ હસમુખે તેના મામાના દીકરાની હત્યા કરવાનો પ્લાન બનાવ્યો હતો અને બે દિવસ પહેલા સાંજે 7 વાગ્યે હસમુખે તેના મામાના દીકરા અતુલનું બાઈક ગલિયાવડ નજીક હિરણ નદીના કિનારે ઉભુ રખાવીને તેના પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો.હસમુખે તેના મામાના દીકરા અતુલને 17થી 18 ચપ્પુના ઘા મારીને હત્યા કરી નાખી હતી અને હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ તે પોતાના ઘરે ચાલ્યો ગયો હતો.તો બીજી તરફ પોલીસને દિનેશનો મૃતદેહ મળતા પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો.ત્યારબાદ પોલીસે દિનેશના સગા-સંબંધીઓની પૂછપરછ કરી હતી અને પૂછપરછમાં હસમુખ કામળિયા પર શંકા જતાં તેની અટકાયત કરી હતી અને પોલીસની પૂછપરછમાં હસમુખ ભાંગી પડયો હતો અને તેને પોલીસ સામે કબૂલાત કરી હતી કે, અતુલને તેની પત્ની સાથે આડોસંબંધ હોવાનું કોલ રેકોર્ડિંગ સાંભળ્યું હતું અને તેથી તેને અતુલની હત્યા કરી નાખી હતી.હાલ પોલીસે હસમુખની ધરપકડ કરી વધુ તપાસ શરૂ કરી છે.