ગુજરાત વિધાનસભા ચૂંટણી-2022 માટે ભાજપે વધુ 6 ઉમેદવારોના નામ જાહેર કર્યા છે.આ પહેલા ભાજપે તેના 160 ઉમેદવારોના નામ પણ જાહેર કર્યા હતા.આ છે ઉમેદવારોના નામની યાદી જાહેર થતાં સુરત ચોર્યાસી બેઠક પર ઉમેદવાર ના નામનો કોયડો ઉકેલાયો છે.ભાજપ મોવળી મંડળે ચૌરાસી બેઠક પરથી જખના પટેલને કટ કરીને જિલ્લા ભાજપ પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ આપવામાં આવી છે.
કોળી પટેલ સમાજનું પ્રભુત્વ ધરાવની સુરતની 84 બેઠક ઉપર ઝંખના પટેલનું પત્તું કાપી સંદીપ દેસાઈને ટિકિટ ફાળવતા કોળી પટેલોમાં પણ નારાજગી જોવા મળે છે. 84 વિધાનસભા બેઠકના સમીકરણ પ્રમાણે સંદીપ દેસાઈ ફીટ બેસતા નથી.તેમ છતાં ઉત્તર ભારતીય અને કોળી પટેલ સમાજને સાઈડ કરી ભાજપ દ્વારા સંદીપ દેસાઈ પર પસંદગી ઉતારવામાં આવી છે.
ભારતીય જનતા પાર્ટીમાં સુરત શહેરમાં પ્રથમ વખત એવું બન્યું છે કે, શહેરની બાર બેઠકો પૈકી 11 બેઠકો પર નામ જાહેર કરવામાં આવ્યા અને માત્ર એક બેઠક ઉપર નામ જાહેર કરવાનું મોકુફ રખાયું હતું.ચોર્યાસી વિધાનસભા બેઠક ઉપર કોને ઉતારવા તેને લઈને ભારતીય જનતા પાર્ટીમાં ભારે અસમંજસમાં જોવા મળી રહી હતી.ચોર્યાસી બેઠક ઉપ૨ કોળી પટેલ અને પરપ્રાંતિય મતદારોનો પ્રભાવ છે.કાંઠા વિસ્તારના કોળી પટેલોની સાથે સાથે પરપ્રાંતિય મતદારોમાં ઉત્તર ભારતીય મતદારો સૌથી વધારે છે.ત્યારબાદ મરાઠી સહિતના અલગ અલગ સમાજના લોકોની વસ્તી છે.આ બેઠક ઉપર કોળી પટેલ ઉમેદવાર ભારતીય જનતા પાર્ટી તરફથી ચૂંટાતા આવ્યા છે.ઝંખના પટેલના પિતા રાજેન્દ્ર (રાજા) પટેલ આ બેઠક પરથી વિજય થયા હતા. તેમના મૃત્યુ બાદ વારસામાં આ બેઠક ઝંખના પટેલને મળી છે.
ગુજરાત વિધાનસભાની 182 બેઠકો પૈકી રાજ્યના સૌથી મોટો મતવિસ્તાર ગણાતી સુરતની 168 ચોર્યાસી વિધાનસભા બેઠક વર્ષ 1995 થી ભાજપના ગઢ સમાન છે.સળંગ ચાર ર્ટમ સુધી આ બેઠક પરથી નરોતમ પટેલ વિજય થયા હતા.ત્યાર બાદ આ બેઠક થી રાજેન્દ્ર (રાજા) પટેલ આ બેઠક પરથી વિજય થયા હતા અને તેમનું મૃત્યુ થયા બાદ ખાલી પડેલી આ બેઠક માટે 21 જાન્યુઆરી 2015ના રોજ ફરી પેટા ચૂંટણી યોજવામાં આવી હતી.જ્યાં કોળી પટેલ સમાજ ને સાચવવાના ભાગરૂપે રાજા પટેલની પુત્રી ઝંખના પટેલ ને ભાજપે ટિકિટ આપી હતી.અને તેઓ આ બેઠક જીત્યા હતા.ત્યાર બાદ વિધાનસભાની 2017ની ચુંટણમા પણ ઝંખના પટેલને રિપિત કરાયા હતા.અને ઝંખના પટેલનો 110819 મતોના માર્જીનથી વિજય થયો હતો.તેમને 173882 મત મળ્યા હતા.જો કે હાલ યોજાનાર 2022ની ચુંટણીમાં ઝંખના પટેલનું પત્તું કાપી આખરે સુરત જિલ્લા પ્રમુખ સંદીપ દેસાઈને ટિકિટ ફાળવવામાં આવી છે.