જોધપુર (રાજસ્થાન) તા.27 : કોરોનાની બીજી લહેર બાદ દેશમાં ખાસ કરીને ઓકિસજનના સિલીન્ડર રેમડેસીવીર મામલે અછત ઉભી થતા લોકોનાં જીવ જઈ રહ્યા છે અને અંધાધુંધી સર્જાઈ છે.તેથી ઘણા લોકો કહે છે દેશ રામભરોસે ચાલી રહ્યો છે.આ બાબતને અનુમોદન આપતી આવી એક વધુ ઘટના બની છે જેમાં એક કોવિડ હોસ્પીટલમાં કેન્દ્રીય મંત્રીએ એક મહિલાને સલાહ આપી હતી કે બાલાજીને નારીયેલ ચડાવો બધુ ઠીક થઈ જશે.મંત્રીનાં આ વિધાન પર વિવાદ છેડાઈ ગયો છે.આ અંગેની વિગત એવી છે કે શેખાવત જોધપુરનાં એઆઈઆઈએમએય,એમડીએચ હોસ્પીટલની મુલાકાતે ગયા હતા.તેમણે રાજસ્થાનમાં કોરોનાથી બગડેલી સ્થિતિ મામલે જાત માહીતી મેળવવા આ મુલાકાત લીધી હતી.
આ મુલાકાત દરમ્યાન એક યુવક તેમની પાસે આવ્યો હતો અને તેની માને બચાવવા ડોકટર મોકલવાનું કહ્યું હતું. શેખાવત પોતાની સાથે રહેલા અધિકારીને કહ્યુ કે તે દર્દીને અટેન્ડ કરવા કોઈને બોલાવે.જોકે ડોકટર આવે તે પહેલાં જ તેનુ મોત થઈ ગયુ હતું.દરમ્યાન બે મહિલા આ નેતા પાસે રડતા રડતા આવી ભાજપના નેતાએ આ મહિલાઓને કહ્યું કે બાલાજીનું નામ લ્યો અને તેમને એક નારીયલ પણ ચડાવો જોકે નેતાના આ બયાનથી વિવાદ સર્જાયો છે.નેતાએ સ્પષ્ટતા કરી છે કે એક પરેશાન માતાજીને દવા અને દુવા આપવી મારા કર્તવ્યમાં આવે છે.

