કોસંબા : સુરત આર.આર.સેલ દ્વારા કોસંબા ગામમાંથી થર્ટી ફસ્ટ માટે વેચાણ માટે લવાયેલો વિદેશી દારૂનો જથ્થો કિંમત રૂપિયા 70 હજારનો ઝડપી પાડી દારૂ મોકલનાર દારૂ લાવનાર સામે કાર્યવાહી કરી હતી.એએસઆઈ મહેન્દ્રભાઈને માહિતી મળી હતી કે કોસંબા સિગ્નલ ફળિયા ખાતે સુનિલ રમેશભાઈ કારમાં દારુ ભરી ઘરની સામે ગાડી ઉભી રાખી છે.
દારૂ લાવવા તેણે પોતાના કાકાની મદદ લીધી હતી. બુધાભાઈએ કારની મદદથી દારૂ ભરેલી કારનું પાયલોટિંગ કર્યું હતું. આર.આર.સેલની ટીમે રેડ કરતા કારમાંથી વિદેશી દારૂ મોટા પ્રમાણમાં મળ્યો હતો.આ ગાડીમાંથી દારૂનો નશો ઉતારનાર બે ઇસમોને પોલીસે પકડ્યા હતા.તેણે પોતાનું નામ સુનિલ વસાવા તથા બીજાએ ચંદ્રકાંતભાઈ વસાવા હોવાનું જણાવ્યું હતું.કારમાં કુલ 69,600નો દારૂ હતો,જેમાં કુલ બોટલ નંગ 468 કબજે લીધો હતો પોલીસે દારૂ ક્યાંથી લાવ્યો છે તે અંગે જણાવ્યું હતું કે દારૂ મારા કાકાની મદદથી વાલીયાના મેરા ગામથી લાવ્યો હતો,જેમાં કાકા કારની સાથે પેટ્રોલીંગ કરતા હતા.પોલીસે દારૂ મોકલનાર શૈલેષભાઈ વોન્ટેડ જાહેર કરી તેમજ શૈલેષભાઈના એક માણસને વોન્ટેડ જાહેર કર્યો છે.