By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: કોસંબાના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગ ઝડપાય
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > Gujarat Now > South Gujarat > કોસંબાના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગ ઝડપાય
GeneralSouth Gujarat

કોસંબાના ઔદ્યોગિક વિસ્તારમાં ચોરીની ઘટનાને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગ ઝડપાય

HM News
Last updated: 20/05/2022 5:31 AM
HM News
3 years ago
Share
SHARE

બારડોલી : સુરત જિલ્લાના કોસંબા પોલીસ સ્ટેશનના ઔદ્યોગિક વિસ્તારોમાં ચોરી કરતી આંતર રાજ્ય ગેંગને મુદ્દામાલ સાથે કીમ ચાર રસ્તા નજીકથી એસઓજી પોલીસે ઝડપી પાડ્યા છે.પોલીસે 6 ચોરોને ઝડપી પાડી કુલ રૂ. 9,94,435 નો મુદ્દામાલ કબ્જે કરી ત્રણ આરોપીઓને વોંટેડ જાહેર કર્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ છેલ્લા કેટલાક સમયથી કોસંબા ઔદ્યોગિક વિસ્તારોમાં તસ્કરો ચોરીની ઘટનાને અંજામ આપી રહયા હતા.આ ચોરીની ઘટના ઉપર રોક લગાવવા માટે સુરત જિલ્લા એસઓજી પોલીસની ટીમે અલલ્ગ અલગ ટીમો બનાવી વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન તેઓને ખાનગી રાહે બાતમી મળતા તેમણે કીમ ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી અને બાતમી મુજબ ચોરીની ઘટનાને અંજામ આપતી આંતર રાજ્ય ગેંગના 6 આરોપીઓને ઝડપી પાડ્યા હતા.જ્યારે ત્રણ શખ્સો ફારૂક(રહે, સુરત),સત્તાર(રહે, સાયણ),ચીરાગ(રહે, સાયણ) ને વોંટેડ જાહેર કર્યા હતા પકડાયેલ આરોપીઓ પાસેથી પોલીસે યાનના ગોલા નંગ-199 કિંમત રૂ, 4,77,600, રોકડા રૂ, 300, ત્રણ મોબાઈલ ફોન કિંમત રૂ, 6,000, એક ટેમ્પો નંબર જીજે-05-બીવી-0487 કિંમત રૂ. 4 લાખ, મોટર નંગ-16 કિંમત રૂ,48,000, કેબલ વાયર કિંમત રૂ. 62,535 મળી કુલ રૂ, 9,94,435 નો મુદ્દામાલ કબ્જે કરી ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઝડપાયેલ આરોપીઓના નામ
લક્ષ્મણ ઉર્ફે રમેશ નગરીયાભાઈ વસુનીયા (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, માથાસુલા ગામ, જી-જાંબવા, એમ.પી)
રમણ ઉર્ફે રમેશ વીરસિંગ ડિંડોર (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, ગોરીયા ગામ, જી-દાહોદ)
છબીલભાઈ દલાભાઈ બારીયા (રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, કુણદા ગામ, જી-દાહોદ)
નરેશ ઉર્ફે ટીટો ગોરસિંગ ખીહુરી (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, બોરકુંડા ગામ, જી-બાંસવાડા, રાજસ્થાન)
નિલેષ ઉર્ફે લુલો જેમાલ ખીહુરી (હાલ રહે, વિશ્વકર્માનગર, રાકેશ મારવાડીની બિલ્ડીંગમાં, પિપોદરા, તા-માંગરોળ, મૂળ રહે, બોરકુંડા ગામ, જી-બાંસવાડા, રાજસ્થાન)
મોહમદ તોફીક કરીમશા સૈયદ (હાલ રહે, હયાતનગર, બંગાલી બસ્તીની પાસે, ઉન પાટિયા, સચિન સુરત શહેર, મૂળ રહે, નિમકા ગામ, જી-નુહુ હરિયાણા)
આ રીતે ચોરીની ઘટનાને અંજામ આપતા
ચોરીના ગુનાનો મુખ્ય આરોપી લક્ષ્મણ ઉર્ફે રમેશ નગરીયા વસુનીયા કે જે દિવસ દરમ્યાન મજૂરી કરવાના બહાને ઔદ્યોગિક વિસ્તારમાં રેકી કરી ગોડાઉન તથા કંપનીઓમાં રાખેલ માલસામાન જોઈ તેના અન્ય સાગરીતો સાથે રાત્રિના સમયે જઈ તાળાં તોડી માલસામાનની ચોરી કરી પિકઅપ તથા છોટા હાથી ટેમ્પામાં ભરી ચોરીને અંજામ આપતા હતા.

પૂણેમાં મનસે કાર્યકરોએ બાંગ્લાદેશીઓના વસવાટ કરતા વિસ્તારમાં નાગરિકતાના પુરાવા માંગ્યા
અંબાણી કેસ : મનસુખે મુખ્યમંત્રીને પોલીસ હેરાનગતિની ફરિયાદ કરી હતી
કોરોના સંકટ સમયે સિંગાપુરે ઓક્સિજન ભરેલા બે વિમાન મોકલ્યા
RSSના પ્રચારકનો મુકાબલો કરશે કોંગ્રેસ સેવાદળનું ‘વિચારક’, ‘ડંડા’નો મુકાબલો ‘ઝંડા’થી
સુરતમાં ટ્રાફિક પોલીસ ઉઘરાણુ કરતો હોય તેવો વિડીયો વાયરલ
Share This Article
Facebook Email Print
Previous Article ધામડોદમાં ગેરકાયદે બાયોડિઝલનું વેચાણ કરતાં ત્રણ ઝડપાયા
Next Article સણવલ્લા ગામે નહેરમાંથી અજાણ્યા પુરુષનો મૃતદેહ મળી આવ્યો
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up