અમદાવાદ, તા. 17 ફેબ્રુઆરી, 2022, ગુરૂવાર : દેશમાં અત્યારે સૌથી સફળ અને સૌથી વધુ આક્રમક બેટ્સમેન તેમજ હમણાં સુધી ક્રિકેટ ટીમના સુકાની એવા વિરાટ કોહલી એક સમયે દેશની અંડર 19 ટીમમાં પણ હતા.આવી જ રીતે પૃથ્વી શો અને વર્તમાન અંડર 19 ટીમમાં વિશ્વ કપ જીતનાર ટીમના સુકાની યશ ધૂલ છે.
શો અને કોહલી આંતરરાષ્ટ્રીય મેજર ટુર્નામેન્ટ રમી ચૂકયા છે જ્યારે ધૂલ માટે હવે નવી ઇનિંગ્સ શરૂ થઇ રહી છે.
ત્રણેય ક્રિકેટર અંડર 19 ટીમમાંથી આવ્યા હોવા ઉપરાંત બીજી એક સામ્યતા પણ છે.ત્રણેય ખેલાડીઓએ પોતાની ડોમેસ્ટિક ક્રિકેટની કારકિર્દી તામિલનાડુ સામે મેચ રમીને શરૂ કરી છે.
આજે ધૂલે તામિલનાડુ સામેની મેચમાં 50 રન બનાવીને શરૂઆત કરી છે.અગાઉ કોહલી અને શો પણ પ્રથમ મેચ આ રાજ્યની ક્રિકેટ ટીમ સામે જ રમ્યા હતા.