નવી દિલ્હી : તા.21 મે 2022, શનિવાર સીબીઆઈ દ્વારા દિલ્હી,મુંબઈ અને કોલકાતા ખાતે અનેક બ્રોકર્સના ત્યાં દરોડા પાડવામાં આવ્યા છે.આ બોર્કર્સ દ્વારા એનએસઈની કો લોકેશન સુવિધાનો કથિત દુરૂપયોગ કરવામાં આવતો હોવાની માહિતીના પગલે આ પ્રકારે દરોડા પાડવામાં આવ્યા છે.કેન્દ્રીય તપાસ એજન્સીએ એનએસઈ કો-લોકેશન કૌભાંડ મામલે આજે એક મોટી કાર્યવાહી હાથ ધરી છે.એક અહેવાલ પ્રમાણે એજન્સીના અધિકારીઓએ દિલ્હી,મુંબઈ,કોલકાતા,ગાંધીનગર,નોએડા અને ગુરૂગ્રામ ખાતે 10થી વધારે સ્થળોએ સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે.આ તમામ સ્થળો આ કેસ સાથે સંબંધીત બ્રોકર્સ સાથે સંકળાયેલા છે.
ગુજરાતમાં ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે ટોચના સ્ટોક બ્રોકરની ઓફિસમાં આ અંગેનો દરોડો પડ્યો છે.એનએસઈના કો-લોકેશન દ્વારા કથિતરૂપે ફાયદો મેળવનારા સ્ટોક બ્રોકર્સની તપાસ ચાલી રહી છે.
કો-લોકેશન’ કેસઃ 12 સ્થળે CBIના દરોડા, મુંબઈ, ગાંધીનગર સહિતના સ્થળોએ કાર્યવાહી
Leave a Comment