સુરત સગરામપુરાના કુખ્યાત નાસીર સુરતીએ ફરીથી પોત પ્રકાશ્યું છે. તેણે રાણીતળાવના બિલ્ડર આરીફ કુરેશી પાસે ખંડણી પેટે ફ્લેટ-ઓફિસ અને 20 લાખ રૂપિયા માંગ્યા હતા. અઠવાલાઈન્સ પોલીસ સ્ટેશનમાંથી મળતી માહિતી અનુસાર રાણીતળાવ,ખાટકીવાડમાં મોહમદ મુસ્તફા પેલેસમાં રહેતા આરીફ સાબિર કુરેશી બિલ્ડર છે.હાલમાં તે છેલ્લા અઢી વર્ષથી સગરામપુરામાં ટેકરેવાલી મસ્જીદ પાસે યુસુફ મંઝીલના નામથી બિલ્ડિંગ બનાવે છે.સગરામપુરામાં રહેતા નાસીર સુરતીએ બિલ્ડર આરીફને છેલ્લા અઢી વર્ષથી હેરાન કરે છે.તે કોઈ પણ રીતે બિલ્ડિંગનું પુરૂ કામ થવા નથી દેતો. તે પહેલા આરીફને એવું કહેતો કે તારું કામ ચાલે છે તેના કારણે તેની ઉંઘ પુરી નથી થતી તેથી જુગારમાં હારી જાય છે.તે માટે 20 લાખ રૂપિયા આપવા પડશે.મારી પરમીશન વગર બાંધકામ નહીં કરવાનું કહીને નાસીર સુરતી છેલ્લા કેટલાક સમયથી યુસુફ મંઝીલમાં ખંડણી પેટે ઓફિસ અને ફ્લેટ માંગતો હતો.
ગભરાયેલા બિલ્ડિર છેલ્લા પાંચ દિવસથી સાઇટ પર જતા નથી.બિલ્ડરે 31 મી ડિસેમ્બરે નાસીર વિરુદ્ધ અઠવા લાઈન્સ પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી.જોકે ફરિયાદ નોંધાઈ નહતી.ગુરૂવારે બિલ્ડર ડીસીપી વિધી ચૌધરીને મળ્યા હતા.ત્યાર બાદ મોડી રાત્રે અઠવા લાઈન્સ પોલીસે બિલ્ડિર આરીફ કુરેશીની ફરિયાદ લઈને આરોપી નાસીર વિરુદ્ધ ખંડણીની ફરિયાદ નોંધાવી છે.


