By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
Hindustan MirrorHindustan MirrorHindustan Mirror
Reading: ક્રાઇમ પર કન્ટ્રોલ કરશે પ્લૅટફૉર્મ પરના ‘વૉચ ટાવર’
Share
Notification Show More
Font ResizerAa
Hindustan MirrorHindustan Mirror
Font ResizerAa
Have an existing account? Sign In
Follow US
  • Advertise
  • Advertise
© 2022 Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Hindustan Mirror > General > ક્રાઇમ પર કન્ટ્રોલ કરશે પ્લૅટફૉર્મ પરના ‘વૉચ ટાવર’
GeneralMumbai

ક્રાઇમ પર કન્ટ્રોલ કરશે પ્લૅટફૉર્મ પરના ‘વૉચ ટાવર’

HM News
Last updated: 30/06/2022 5:33 AM
HM News
3 years ago
Share
SHARE

રેલવે પ્રોટેક્શન ફોર્સ(આરપીએફ)રેલવે પ્રવાસીઓની સુરક્ષા માટે વિવિધ પ્રયત્નો કરતી હોય છે.સેન્ટ્રલ રેલવેમાં આરપીએફ દ્વારા પ્રવાસીઓની સુરક્ષાને ધ્યાનમાં લઈને ડૉગ-સ્ક્વૉડમાં વિશેષ ટ્રેઇનિંગ કરેલા ડૉગનો સમાવેશ કરવામાં આવ્યો હતો.ત્યાર બાદ હવે પ્રવાસીઓની સુરક્ષા અને ક્રાઇમ પર નિયંત્રણ રાખવા આરપીએફ દ્વારા ચાંપતી નજર રાખવામાં આવી રહી છે.દાદર જેવા ભીડભાડવાળા સ્ટેશન પર ક્રાઇમ પર કન્ટ્રોલ રાખવા,ભીડ ન થાય એના પર ધ્યાન રાખવા અને પ્રવાસીઓની સુરક્ષા માટે એક વૉચ ટાવર શરૂ કરવામાં આવ્યો છે.

એટલે કે પ્લૅટફૉર્મ પર ઊંચું ટેબલ મૂકવામાં આવ્યું છે જેના પર બેસીને હવાલદાર પ્લૅટફૉર્મ પરની ગતિવિધિ પર નજર રાખશે.પોલીસનું માનવું છે કે આમ તો ક્રાઇમ કરનારાઓ સીસીટીવી કૅમેરામાં ઝડપાઈ જતા હોય છે,પણ તેમના જવાનોની હાજરીથી આરોપીઓ ક્રાઇમ કરતા પહેલાં બે વાર જરૂર વિચારશે અને આ વૉચ ટાવર ક્રાઇમ રોકવામાં મદદરૂપ બનશે.હાલમાં દાદર જેવા ભીડભાડવાળા સ્ટેશને એ શરૂ કરાયો છે અને અહીં સફળતા મળી તો આગામી દિવસોમાં આગળ પણ એની શરૂઆત કરવામાં આવશે.

હાલમાં દાદરના પ્લૅટફૉર્મ નંબર-૩ અને ૪ પર આરપીએફના જવાનો તહેનાત કરાયા છે.ખાસ કરીને ઑફિસ અવર્સ એટલે કે પીક અવર્સમાં આ જવાનો ચાંપતી નજર રાખી રહ્યા છે.આ જવાનો પ્લૅટફૉર્મની હાઇટ કરતાં ઊંચાઈ પર આવેલી એક ચૅર પર બેસીને સીટી વગાડીને પ્રવાસીઓ પર ધ્યાન રાખે છે.આરપીએફના જવાન લાઉડસ્પીકરનો પણ ઉપયોગ કરે છે,જેથી પ્લૅટફોર્મ પર ટ્રેન પકડવાની જલદી હોય કે ટ્રેન આવતી હોય અને ધ્યાન રહેતું ન હોય તો પ્લૅટફૉર્મથી દૂર રહેવું એવી જાણકારી આપીને પ્રવાસીઓને સતર્ક કરશે.

સુરક્ષા માટેના આ આઇડિયા વિશે માહિતી આપતાં સેન્ટ્રલ રેલવેના સિનિયર ડિવિઝનલ સિક્યૉરિટી કમિશનર જિતેન્દ્ર શ્રીવાસ્તવે‘મિડ-ડે’ને જણાવ્યું હતું કે‘દાદર જેવાં ભીડભાડવાળાં સ્ટેશનોએ પીક અવર્સમાં ભારે ભીડ જોવા મળે છે.આવી ભીડભાડને કારણે પ્રવાસીઓની સુરક્ષા સાથે ક્રાઇમ પર નિયંત્રણ રાખવું મુશ્કેલ બનતું હોય છે.એથી પ્લૅટફૉર્મની હાઇટથી વધુ હાઇટ ધરાવતી ચૅર પર આરપીએફનો જવાન બેસીને સીટી વગાડીને અને અનાઉન્સમેન્ટ કરીને પ્રવાસીઓની સુરક્ષા માટે કામ કરે છે.દાદર સ્ટેશન પર શરૂ કરાયેલો આ પ્રોજેક્ટ સફળ રહ્યો તો સેન્ટ્રલ રેલવેના આરપીએફ વિભાગ દ્વારા અન્ય ભીડભાડ ધરાવતાં સ્ટેશનો જેમ કે થાણે,કુર્લા,ડોમ્બિવલી વગેરે પર પણ વૉચ ટાવર શરૂ કરવામાં આવે એવી શક્યતા છે.

સુરત : મંત્રી કુમાર કાનાણીના પુત્રએ મહિલા કોન્સ્ટેબલને કહ્યું, ‘365 દિવસ ડ્યુટીમા ઉભી રાખવીશ’
canlı blackjack oyna – Gerçek Para Için Blackjack Oyna
ટ્રક-લકઝરીમાં બાયોડિઝલ ભરવા આવેલો પંપ-ફીટેડ ટેમ્પો ઝડપાયો
60થી વધુની ઉંમર ધરાવતા રાજુ ભટ્ટ અને અશોક જૈન હવસ સંતોષવા ‘સ્ટુડન્ટ’ યુવતીઓને મકાનમાં લાવતા હતા ?
Bahrain: આ એક મુસ્લિમ દેશ છે….એમ કહીને ભગવાન ગણેશની મૂર્તિ તોડનારી મહિલાની મુશ્કેલીઓ વધી
Share This Article
Facebook Email Print
Previous Article પાડોશી નિયાઝે કનૈયાલાલ વિરુધ રેડયું ઝેર, કર્યો અપપ્રચાર અને ગોઠવાયો કરપીણ હત્યાનો પ્લાન
Next Article અચ્છા ચલતા હૂં…
Leave a Comment

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Recipe Rating




about us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

Find Us on Socials

© Foxiz News Network. Ruby Design Company. All Rights Reserved.
Join Us!
Subscribe to our newsletter and never miss our latest news, podcasts etc..
Zero spam, Unsubscribe at any time.
Welcome Back!

Sign in to your account

Username or Email Address
Password

Lost your password?

Not a member? Sign Up