સુરતના સચિન-કનકપુર રેલવે ગરનાળા નજીકથી બે પરપ્રાંતિયને પોલીસે દેશી બનાવટના તમંચા સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.પ્રાથમિક પૂછપરછમાં તમંચો વેચવા માટે બિહારથી લાવ્યા હોવાની કબૂલાત કરી છે.જો કે આ મામલે પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.
અંગજડતીમાં તમંચો મળી આવ્યો
સચિન પોલીસને મળેલી બાતમીન આધારે પોલીસ ટીમે સચિન-કનકપુર ગરનાળા નજીક હનુમાન મંદિર રોડ પરથી નિલેશ વિજય નાયક અને ગુંજનકુમાર રમાકાંત શર્માને ઝડપી પાડયા હતા.પોલીસે બંનેની તલાશી લેતા નિલેશના કમરના ભાગે લટકાવેલો દેશી હાથ બનાવટનો તમંચો મળી આવ્યો હતો.પોલીસે બંને વિરૂધ્ધ આર્મ્સ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
બેહાર હોવાથી વેચવા માટે તમંચો લઈ આવેલા
બંનેની પૂછપરછ અંતર્ગત તેઓએ કારખાનામાં નોકરી કરે છે પરંતુ હાલમાં તેઓ બંને બેકાર છે.ગુંજનકુમાર લોક્ડાઉન બાદ વતન બિહાર ગયો હતો ત્યારે ત્યાંથી તમંચો વેચવાના ઇરાદે લઇ આવ્યો હતો અને વેચવા માટે ગ્રાહક શોધી રહ્યા હતા.પરંતુ તમંચો વેચે તે પહેલા જ પોલીસના હાથે ઝડપાય ગયા હતા.હાલ પોલીસે બંને આરોપીઓની ધરપડક કરી વધુ તપાસ હાથ ધરી છે.