સુરત,તા.૨૫
લિંબાયત વિસ્તારમાં નજીવી બાબતે ત્રણ શખ્સો દ્વારા યુવક પર ચપ્પુ વડે જીવલેણ હુમલો કરી ફરાર થઇ ગયા હતાં. ઘટનાની જાણ થતાં ઉચ્ચ પોલોસના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા જ્યારે ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે લિંબાયત વિસ્તારમાં આવેલા રત્નચોક ખાતે રહેતો ધર્મેશ પાટીલ નામના યુવક પર ત્રણ શખ્સો સોમવારની રાત્રીના ૧૦ વાગ્યાના આસપાસ ઘર નજીક ધર્મેશ પર ચપ્પુ વડે હુમલો કરી નાસી ગયા હતાં. ઘટનાની જાણ થતાં લોમબાયત પોલીસ સહિત ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા હતા અને યુવકને સારવાર માટે પહેલા સિવિલ હોસ્પિટલ ત્યારબાદ વધુ સારવાર માટે ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતાં. જ્યાં હાલ યુવક આઇસીયુંમાં દાખલ કરાયો છે.હાલ સમગ્ર મામલે પોલીસ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
ક્રાઈમ સિટી ‘સુરત’માં ગુનાખોરી વધી…યુવક પર ત્રણ શખ્સોએ ચપ્પુ વડે હુમલો કર્યો
Leave a Comment