સુરત : ભારતમાં ફુગાવો અત્યાર સુધી સૌથી વધુ છે.ક્રૂડ ઓઈલ પરની ઈમ્પોર્ટ ડયુટી હટાવવાથી અને ખાંડની નિકાસ પરનો પ્રતિબંધ અચૂકપણે મોંઘવારી ઘટાડશે અને સામાન્ય માણસને ફાયદો થશે,એમ કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ(સીએઆઇટી)કહ્યું છે.કોન્ફેડરેશન ઓફ ઓલ ઈન્ડિયા ટ્રેડર્સ અને તેની સંલગ્ન સંસ્થા ઓલ ઈન્ડિયા એડિબલ ઓઈલ ટ્રેડ ફેડરેશનએ કાચા સોયાબીન અને કાચા સૂર્યમુખીની આયાત પરની કસ્ટમ ડયુટી દૂર કરવા બદલ કેન્દ્ર સરકારની પ્રશંસા કરી હતી.સીએઆઇટીના રાષ્ટ્રીય મહાસચિવ પ્રવીણ ખંડેલવાલ અને ખાદ્ય તેલ ફેડરેશનના પ્રમુખ શંકર ઠક્કરે કહ્યું હતું કે,સરકારનો આ નિર્ણય મોંઘવારી કાબૂમાં લેવા અને ભારતના લોકોને રાહત આપવાનો અર્થપૂર્ણ પ્રયાસ છે.ક્રૂડ ઓઈલ પરની આયાત ડયુટી હટાવતા સરકારે નિર્ણય લીધો છે કે આયાત કરવા ઈચ્છુક વ્યક્તિઓએ લાઇસન્સ લેવું પડશે અને તેમને તેમના વાષક વપરાશના પ્રમાણમાં આયાત કરવાની છૂટ આપવામાં આવશે.જે ઘણી રીતે વાજબી લાગે છે.સીએઆઇટીએ સૂચન કર્યું હતું કે સરકારે એક મોનિટરિંગ મિકેનિઝમ બનાવવું જોઈએ.જેના હેઠળ આયાતકારોને ડયુટી માફ કરતા પહેલાં અને પછી તૈયાર ઉત્પાદનની કિંમત વિશે સરકારને જાણ કરવા નિર્દેશિત કરવામાં આવે.જેથી તે સ્પષ્ટ થાય કે,શું લાભ ગ્રાહકો સુધી પહોંચ્યો છે કે નહીં ?આર્જેન્ટિના ખાંડનો સૌથી મોટો નિકાસકાર છે.આ વર્ષે આન્ટિનાએ લેનિનો હવામાનનો સામનો કર્યો છે અને તેથી આર્જેન્ટિનામાં ખાંડનું ઉત્પાદન ઘટશે અને વૈશ્વિક ખાંડના ભાવમાં વધારો થવાની આશંકા છે આથી ભારતમાં ખાંડના ભાવમાં ફુગાવો સુનિશ્ચિત કરવા માટે સરકારે ખાંડની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો છે,જે વ્યાપક હિતમાં છે,એમ પ્રમોદ ભગત અને મહેન્દ્ર શાહે કહ્યું હતું.

