અમદાવાદ, તા. 7 માર્ચ 2021, સોમવાર : વૈશ્વિક બજાર ઉપર હવે રશિયા અને યુક્રેન (Russia-Ukraine war)ની અસર સ્પષ્ટ થઈ રહી છે.રશિયા (Russia) ઉપર લાદેલા પ્રતિબંધ અને વિવિધ કોમોડિટીના પુરવઠો અટકી પડશે એવી ચિંતા હવે વિશ્વને થઈ રહી છે.
આ સ્થિતિમાં આજે ક્રૂડ ઓઇલ (Crude Oil)તેની ઇતિહાસની સૌથી ઊંચી સપાટી તરફ સરકી રહ્યું છે.બજારમાં ક્રૂડ ઓઇલ 135 ડોલર થઈ ત્યારે 128 ડોલર પ્રતિ બેરલ છે.
ફુગાવાના કારણે યુરો (Euro)માં જોવા મળેલા ઘટાડા,મજબૂત ડોલર અને સતત ઘટી રહેલા શેરબજાર દર્શાવે છે જોખમો છોડી રોકાણકાર નીકળી રહ્યા છે.સલામતી માટે સોના (Gold) તરફ દોટ જોવા મળી રહી હોવાથી આજે સોની 2000 ડોલર પ્રતિ ઔંસ થઈ ગયા બાદ ત્યારે 1997 ડોલરની સપાટીએ છે.
એશીયાઇ શેરબજારમાં અત્યારે જાપાન,હોંગકોંગ,સિંગાપોર,કોરિયા બધા ચારથી પાંચ ટકા ઘટેલા છે.આજે ભારતમાં ટ્રેડિંગ શરૂ થાય ત્યારે નિફ્ટી (Nifty) 16,000ની સપાટી તોડે એવી શક્યતા છે.