અમદાવાદ : અમદાવાદના વિનોદ મોદી નામના લીઝ હોલ્ડરે ગુજરાતમાંથી રૃ.૫૦૦ કરોડથી વધારે રકમના ખનિજનુ ગેરકાયદે ખનન કર્યાની માહિતી બહાર આવતા દિલ્હીથી તપાસના આદેશો છુટયા છે.માત્ર ત્રણ- ચાર વર્ષમાં જ ર્સ્વિણમ સંકૂલમાં રાજકિય અને વહિવટી ઓથ હેઠળ આકાર પામેલી બોક્સાઈટ,લિગ્નાઈટ અને લાઈમસ્ટોની ચોરીને કારણે ગુજરાત સરકારના ખાણ ખનિજ વિભાગની આવક રૃ.૧૬૦૦ કરોડથી ઘટીને રૃ.૧૨૦૦ કરોડે પહોંચી ગઈ છે.
વર્ષ ૨૦૧૭ની વિધાનસભા ચૂંટણી બાદ મોટા ગજાના નેતા,એ જ નેતાની નિકટ રહેલા સિનિયર ૈંછજી અધિકારી અને તે જ ૈંછજીના બેચમેટ બીજા ૈંછજીની સાંઠગાંઠમાં થયેલી ખનિજ ચોરીઓ સરકાર બદલાયાના બે જ સપ્તાહમાં પ્રકાશમાં આવી છે. મહાલક્ષ્મી માઈન્સ નામે જાણિતા વિનોદ મોદીએ જામનગર,કચ્છ,પોરબંદર,પંચમહાલ અને વડોદરા જિલ્લામાં મોટાપાયે ગેરકાયદે ખનિજનું ખનન કર્યાની ફરિયાદ વડાપ્રધાન કાર્યાલય સુધી પહોંચી છે.
સચિવાલયમાં જાણકાર અધિકારીઓના કહેવા મુજબ ‘ભૂતકાળના ચારેક વર્ષ દરમિયાન મહાલક્ષ્મી માઈન્સને જ્યાં લીઝ ફાળવવામા આવતી તે ક્ષેત્રફળની બહાર ખનન કરીને બોક્સાઈટની ચોરી કર્યાનું અનેક વખત બહાર આવ્યુ હતુ.એક તબક્કે તો આ ચોરી સામે કાર્યવાહી શરૃ કરનારા તત્કાલિન ખાણ ખનિજ કમિશનરની જ બદલી કરી દેવાઈ હતી.
બાદમાં કમિશનરને ચાર્જ ય્સ્ડ્ઢઝ્રના એમ.ડી.ને સોંપી દેવાયો હતો. જો કે, જેમની બદલી કરી દેવાઈ હતી તે જ ૈંછજીને બે મહિના અગાઉ ફરીથી કમિશનર તરીકે મુકવામાં આવતા જામનગર,કચ્છ,પંચમહાલ અને વડોદરામાં બોક્સાઈટથી લઈને રેતી, કપચી જેવી નાના ખનિજ દ્વવ્યોમાં રાજકિય અને સિનિયર ૈંછજીની સાંઠગાંઠમાં થયેલા કાંડની ફરિયાદો છેક દિલ્હી સુધી પહોંચી છે’
પોતાની રાજકિય રસુખને બળે મહાલક્ષ્મી માઈન્સના વિનોદ મોદીએ સરકાર સાથે કચ્છમાં ખનન વિકાસ પરિયોજનાઓ માટે કરાર પણ કર્યા હતા.જો કે , ગુજરાતમા મુખ્યમંત્રી સહિત ભાજપની આખી સરકાર બદલાયા બાદ છેલ્લા ત્રણ- ચાર વર્ષમાં ગેરકાયદેસર ખનનનો ભાંડો ફુટતા તેના ઉપર રોક ફરમાવ્યાનું જાણવા મળ્યુ છે.