ગાંધીનગર, તા. 28 ફેબ્રુઆરી 2023, મંગળવાર : ગુજરાતમાં વિધાનસભાનું બજેટ સત્ર ચાલી રહ્યું છે.જેમાં એક પછી એક કાયદાઓ પસાર કરવામાં આવી રહ્યાં છે.એવામાં શહેરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામ કાયદેસર કરવા માટે રાજ્ય સરકાર ગુજરાત અનઅધિકૃત વિકાસને અધિકૃત કરવા માટે વિધેયક ગૃહમાં પસાર કરવામાં આવ્યું હતું.પ્રભારી મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા આ બિલ ગૃહમાં રજૂ કરવામાં આવ્યુ હતુ.આ બિલ મુદ્દે સત્તાપક્ષ અને વિપક્ષના 20 જેટલા ધારાસભ્યએ પોતાના મંતવ્યો રજૂ કર્યો હતા.ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી અંગે સુધારા વિધેયક રજૂ થતા વિપક્ષે તડાપીટ બોલાવી હતી.ગૃહની સભામાં વિપક્ષના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયેદસર બાંધકામો રોકવા જરૂરી છે,પોરબંદરમાં તો ભાજપ કાર્યાલય કમલમ જ ગેરકાયદેસર રીતે બંધાયેલું છે.કોઇની મંજૂરી લેવાઇ નથી કોઈ ના પાડે તો મારી પાસે પુરાવા છે.
પોરબંદરમાં કમલમ ગેરકાયદે બન્યું !
ગુજરાત વિધાનસભામાં ઇમ્પેક્ટ ફી અંગે સુધારા વિધેયક રજૂ થતા વિપક્ષે તડાપીટ બોલાવી હતી.ગૃહની સભામાં વિપક્ષના ધારાસભ્ય અર્જુન મોઢવાડિયાએ કહ્યું કે, ગુજરાતમાં ગેરકાયેદસર બાંધકામો રોકવા જરૂરી છે,પણ જો આ રીતે ચાલુ રહેશે તો ગેરકાયદેસર બાંધકામો કરનારામાં ડર ઉભો નહી થાય.લોકો ગેરકાયદે બાંધકામો કરતા જશે અને કાયદાનો લાભ લઈને બાંધકામો રેગ્યુલર કરતા જશે.કોંગ્રેસના આખાબોલા નેતા અર્જુંન મોઢવાડીયાએ તો એ હદ સુધી આરોપ લગાવ્યો કે, પોરબંદરમાં તો ભાજપ કાર્યાલય કમલમ જ ગેરકાયદેસર રીતે બંધાયેલું છે.કોઇની મંજૂરી લેવાઇ નથી કોઈ ના પાડે તો મારી પાસે પુરાવા છે.
ગૃહમાં ભાજપના નેતાઓએ ન આપ્યો જવાબ
આ આરોપ બાદ પણ ઋષિકેશ પટેલ સહિત ગુજરાત ભાજપના તમામ સિનિયર મંત્રીએ એક પણ શબ્દ ઉચ્ચાર્યો નહોતો.તમામ મંત્રીઓએ મૌન સાધ્યું હતું.જાણે કે પોતાના પક્ષની કોઈ વાત નથી.ભાજપના ધારાસભ્ય ઉદય કાનગડે પોઇન્ટ ઓફ ઓર્ડર ઉઠાવીને વચ્ચે કહ્યું હતું કે , શું કોંગ્રેસનું રાજીવ ગાંધી ભવનનું બાંધકામ તો ગેરકાયદેસર નથી ને.ત્યારે મોઢવાડિયાએ તુરંત જ વળતો જવાબ આપતા સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે, જો મંત્રી કહે તો હું પુરાવા રજૂ કરવા તૈયાર છું.સરકાર ઈમ્પેક્ટ ફીના કાયદા મામલે વિપક્ષ પર પ્રેશર કરી રહી હતી અને તડાપીટ બોલાવી રહી હતી ત્યારે મોઢવાડિયાના આક્ષેપને પગલે આ મામલો ગરમાઈ ગયો હતો.એક તબક્કે તો મોઢવાડિયાએ પુરાવા રજૂ કરવાની ગૃહમાં વાત કરતાં સન્નાટો છવાઈ ગયો હતો. ધારાસભ્ય કાનગડે ભોંઠા પડવાનો વારો આવ્યો હતો.ઘણા ધારાસભ્ય તો ગાંધીનગર સ્થિત કમલમનું સમજ્યા હતા પણ છેલ્લે વાત સમજાઈ હતી.આખરે ઘણાએ અંદરો અંદર કાનાફૂસી કરી હતી.મોઢવાડિયાએ તો ફકત પોતાના મત વિસ્તારમાં ઉભા થયેલા કમલમની વાત કરી હતી.
ઈમ્પેક્ટ ફીના કાયદાને લઈ બિલ પસાર
રાજ્યમાં શહેરી વિસ્તારમાં થયેલા ગેરકાયદેસર બાંધકામને અધિકૃત કરવા માટે સરકારે 4 મહિનાનો સમય વધારવા બિલ ગૃહમાં રજૂ કરવું પડ્યુ હતુ.અગાઉ આ બિલ 2001, 2011, 2012 અને હવે 2013માં લાવવામાં આવ્યુ છે.સન 2023નુ વિધેયક ગુજરાત અનધિકૃત વિકાસને નિયમિત કરવા બાબત સુધારા બિલ બહુમતીથી ગૃહમાં પસાર થયુ છે.બહુમતિને જોરે ઈમ્પેક્ટ ફી કાયદો વિધાનસભામાં પસાર થઈ ગયો છે. 1 ઓક્ટોબર 2022 પહેલાંની બિન અધિકૃત હોય અને વપરાશમાં આવેલી મિલકતોને સરકાર હવે ફી લઈને કાયદેસર કરી દેશે.આ મામલે હવે કાયદો બની ગયો છે.સરકારે પહેલાં પ્રયાસ કર્યો હતો પણ સફળતા મળી ન હતી.સરકારે કટ ઓફ ડેટનો અસ્વીકાર કર્યો છે અને વધુ 4 મહિનાનો સમય ફાળવ્યો છે.ગુજરાતીઓમાં એ પણ રોષ છે કે, સામાન્ય કોમનમેન કરતાં આ બિલથી વધારે ફાયદો બિલ્ડર લોબીને થવાનો છે.