ગાંધીનગર
દેશમાં કોરોનાનો પ્રકોપ દિવસે દિવસે વધતો જાય છે ત્યારે તેને નાથવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 21 દિવસના લોકડાઉનની જાહેરાત કરવામાં આવી હતી. મંગળવાર એ લોકડાઉનનો સાતમો દિવસ છે ત્યારે ગુજરાતમાં કુલ 73 કોરોનાના પોઝિટિવ કેસ સામે આવ્યા છે. તો સાથે જ રિકવર થઈ રહેલા દર્દીઓનો આંકડો પણ વધી રહ્યો છે.
રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતુ કે, આ સમય બધા માટે મુશ્કેલી પડે છે. પોલીસને સંવેદનશીલ થઈને ફરજ બજાવવી પડશે, તો લોકો પણ સંવેદના બતાવે. લોકો હેલ્થ કર્મચારીઓ અને અન્ય લોકોને હેરાન કરતા હોય સંજોગોમાં ચલાવી લેવામાં આવશે નહિ. જે લોકો ક્વોરેન્ટાઈનમાંથી પરત આવી રહ્યા છે તેમની સાથેનો દુર્વ્યવહાર ચલાવી લેવામાં નહીં આવે.
તેમણે વધુમાં જણાવ્યું કે, રેશનિંગ પર બુધવારથી અનાજનું વિતરણ કરવામાં આવશે ત્યારે પુરતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવશે. ડ્રોનના આધારે ગુના દાખલ કરવામાં આવ્યા છે. સીસીટીવી કેમેરાથી ગુનાઓ દાખલ કરવામાં આવ્યા છે. સોશિયલ મીડિયામાં ખોટી પોસ્ટવાળા સામે ત્રણ ગુના દાખલ કરાયા છે. અરવલ્લીમાં ગઈકાલે છે બનાવ બન્યો ત્યારે સિનિયર અધિકારીઓ હાજર હતા અને રાજસ્થાન બોર્ડરના અધિકારીઓ સાથે પણ વાતચીત કરવામાં આવી છે. બીજા જે માણસો છે તેને આપણા સેન્ટર હોમમાં છે. કેટલાક લોકોને રાજસ્થાને સ્વીકારી લીધા છે. આ ઘટના બાદ વધારવાનો સર્ક્યુલેશન ઇસ્યુ કરવામાં આવશે પોલીસનો વ્યવહાર કેવો હોવો જોઈએ તેનું પણ માર્ગદર્શન આપવામાં આવશે. જે શાકભાજીમાં નુકસાન થયું છે જરૂર પડે એ જ અધિકારી પાસેથી રીકવરી કરવામાં આવશે. જે કૃત્ય ખોટું છે જે બાબતથી ખાતાને નુકસાન થશે તે ચલાવી લેવામાં નહિ આવે. અધિકારીને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કર્યા છે. હવે આ સમગ્ર કેસની તપાસ કરવામાં આવશે. જે પણ અધિકારીઓ કે જવાબદારી નક્કી થશે તેની સામે પગલાં ભરવામાં આવશે.
અમદાવાદ પીઆઈએ શાકભાજીની લારી ઉંધી પાડવાના બનાવ અંગે તેમણે જણાવ્યું હતુ કે, મંગળવારે બનાવ બન્યો છે તે ખૂબ જ કમનસીબ ઘટના છે. કૃષ્ણનગરમાં જે બનાવ બન્યો છે તે પીઆઈને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. આ વ્યવહાર કોઈપણ સંજોગોમાં ચલાવી લેવાય નહિ ખાખી વર્દીમાં આ વ્યવહાર કોઈપણ સંજોગોમાં ચાલી શકે નહિ. ગરીબ સાથે સંવેદના હોવી જોઈએ.